હુકમ:ફતેપુરાના 3 PHCના 14 ગુલ્લેબાજ કર્મીઓનો 1 દિવસનો પગાર કપાશે

સુખસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના દંડકે ઓચિંતી મુલાકાત લેતાં પોલ પકડાઇ હતી

હાલમાં કોરોનાની ત્રીજી લહેર મંડાઈ રહી છે. સરકાર આરોગ્ય કેન્દ્રમાં પ્રજાને તમામ સુવિધાઓ મળી રહે તે અર્થે તમામ સુવિધાઓ પુરી પાડે છે. જેમાં સોમવારે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ સરસ્વાપૂર્વ, ઝગોલા, ઘુઘસ અને મોટી ઢઢેલી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. જેમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. મોટાભાગના કેન્દ્રોમાં માત્ર સ્ટાફ નર્સ અને પટાવાળાજ જોવા મળ્યા હતા. તબીબો ગેરહાજર હતા. સરકાર દ્વારા આપેેલ સાધન સામગ્રી અસ્તવ્યસ્ત હતી. શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

જગોલામાં તો તાળાં લટકતાં જોવા મળ્યા હતાં. કોરોના મહામારી ચાલતી હોવા છતાં આરોગ્ય વિભાગની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં સમયમર્યાદામાં તેમજ પૂરતી સુવિધાઓ મળી રહેતી ન હોવાનું લોકોએ દંડકને જણાવ્યું હતું. આ બાબતે લેખિતમાં રિપોર્ટ કર્યો હતો . તેના પગલે સરસ્વાપૂર્વ, ઘુઘસ અને જગોલા PHCના 14 કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

કયા PHCમાં કોનો પગાર કપાશે
સરસ્વાપૂર્વ PHCના મેડિકલ ઓફિસર, એલ.ટી, સ્ટાફ નર્સ, ઘુઘસના આયુષ મેડિકલ ઓફિસર,FHW ઘુઘસ-1, જગોલા PHCના FHS,FHW, સ્ટાફ નર્સ, એલ.ટી, ફાર્માસિસ્ટ,MPHW, પટાવાળા, વોર્ડબોય અને આયાનો પગાર કાપવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...