તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:છાપરવડમાં બે બાઇક સામ સામે ભટકાતાં ચાલકોના મોત, મધ્યરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો

સીંગવડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં મધ્યરાત્રીના દરમિયાન બે મોટર સાયકલ સામસામે અથડાતા એકનું ઘટના સ્થળે તેમજ એકનું સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત નીપજયું હતું. રંધીપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સીંગવડ તાલુકાના છાપરવડ ગામે હોળી ફળિયા ખાતે ગત મઘ્યરાત્રિએ લુખાવાડા ગામના નયન પ્રભાત બારીયા ઉંમર 19 અને પીપળીયા ગામના સુરેશ અમરસિંહ બારીયા ઉંમર વર્ષ 31 સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. ધડાકાભેર અકસ્માતનો અવાજ સાંભળી મધ્ય રાત્રિએ ગ્રામજનો દોડી આવ્યા હતા.

108 ઇમરજન્સી સેવાને જાણ કરીને બોલાવી પીપળીયા ગામના સુરેશભાઈ બારીયાને લીમખેડા ખાતે રીફર કરતા રસ્તામાં જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે લુખાવાડા ગામના નયન પ્રભાત બારીયાનું અકસ્માત થતાં ગંભીર ઇજા થતા જ ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. રણધિકપુર પોલીસે બન્ને મૃતકના પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો