દોડધામ:સીંગવડ રેફરલના કર્મીઓને દર્દીઓ સાથે સારા વ્યવહારની DDOની ટકોર

સીંગવડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓની મુલાકાતથી દોડધામ : DDOએ પોતાનો લોહીનો રિપોર્ટ પણ કરાવ્યો

સીંગવડ રેફરલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાહોદ ડીડીઓ દ્વારા ઓચિંતી મુલાકાત લીધી હતી. વિવિધ વિભાગોનું નિરિક્ષણ કરી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓ, કર્મચારીઓ અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ વિષે માહિતી મેળવી હોસ્પિટલ ખાતે આવતી દવાઓ, સાધનો, લેબોરેટરી સહિતની જરૂરી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું. ઓચિંતી મુલાકાતથી કર્મીઓમાં દોડધામ મચી હતી.

દાહોદ ડીડીઓએ આજે બપોર પછી ઓચિંતા જ સીંગવડની મુલાકાત લીધી હતી, સિંગવડ રેફરલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓચિંતા જ મુલાકાત લઇ કર્મીઓ અને દર્દીઓ સાથે વાર્તાલાપ કરી હોસ્પિટલ ખાતે પડતી મુશ્કેલીઓની માહિતી લીધી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ વિભાગોની રૂબરૂ મુલાકાત લઇ આવનાર સમયમાં સીંગવડ રેફરલ હોસ્પિટલ ખાતે ઉભી થનાર જરૂરિયાત મુજબ એમ્બ્યુલન્સ, સીએમટીસી સ્ટોરેજ જેવી ઘટતી સુવિધાઓની ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. સીંગવડ ખાતેની મુલાકાત દરમિયાન ડીડીઓએ પોતાના બ્લડનો રિપોર્ટ કરવ્યો હતો.

જ્યારે વિસ્તારમાંથી આવતા ઓછા લોહી વાળા ગરીબ દર્દીઓને ઉચ્ચ કક્ષાએ સંકલન કરી અન્ય સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે જરૂરી સંકલન કરવા હાજર તબીબોને જણાવ્યું હતું. દવાખાનામાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની દવાઓ અને લેબોરેટરી તથા એમ્બ્યુલન્સના સહીતમાં થતા વિવિઘ પ્રકારની માહીતી મેળવી સેવાના ભાવ સાથે દર્દીઓ સાથે સારો વ્યવહાર કરવા તબીબો અને કર્મચારીઓને અપિલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...