રેસ્ક્યૂ:કુવામાં પડેલી નીલ ગાયને દોરડાથી બાંધી બહાર કઢાઇ, વન વિભાગે સહકાર લઇ રેસ્ક્યૂ કર્યુ

સીંગવડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝરોલામાં કુવામં પડેલી નીલ ગાયને દોરડાથી બાંધી બહાર કઢી હતી. - Divya Bhaskar
ઝરોલામાં કુવામં પડેલી નીલ ગાયને દોરડાથી બાંધી બહાર કઢી હતી.

સીંગવડ તાલુકાની રણધીકપુર રેંજ ફોરેસ્ટ હદની ઝરોલા ગામે શોપિંગ સેન્ટરની પાછળના ભાગે દિવસ દરમિયાન નીલગાય કૂવામાં પડી જતાં રેન્જ ફોરેસ્ટ રણધીકપુરને જાણ કરાઇ હતી. ફોરેસ્ટ વિભાગના કર્મીઓએ રેસ્ક્યુ કરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સીંગવડ તાલુકાની રણધીકપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસના હદના ઝરોળા ગામે ખેતર માલીક જુવાનસિંહ ભાઈ સુરેશભાઈ બારીયાના કૂવા તરફ સવારના 11 વાગ્યાના અરસામાં નીલગાય જંગલમાંથી આવી રહી હતી. ભડકેલી નીલ ગાય કુવામાં પડી ગઈ હતી. જ્યારે આજુબાજુના લોકોએ કુવામાં પડેલી નીલ ગાયને જોતા તાત્કાલિક વનવિભાગ રંધિકપૂરને જાણ કરી હતી.

આરએફઓ એસ.એસ.માલીવાડ સહિતના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયાં હતા અને ગામ લોકોનો સહકાર મેળવી કુવામાં પડેલી નીલગાયને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન કૂવામાં પડેલ નીલગાયનાને દોરડા વડે બાંધી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે નજીકના જંગલમાં બહાર કાઢી છૂટી મુકી દેવાઇ હતી. જ્યારે આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ ગ્રામજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...