હાલાકી:સિંગવડ તાલુકામાં 35 હજારથી વધુ છાત્રો શિષ્યવૃત્તિથી વંચિત

સિંગવડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઈટનું શાળા શિષ્યવૃત્તિ પોર્ટલ એક માસથી બંધ

સિંગવડ તાલુકાથી અસ્તિત્વમાં આવ્યાને 5 વર્ષ જેટલા સમય થઈ ગયો હોવા છતાં સિંગવડ તાલુકાની 106 જેટલી શાળાઓમાં, 28 માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 35,000થી વધારે બાળકોને શિષ્યવૃતિથી વંચિત રહેવાની ભીતી સર્જાઈ રહી છે. એક જાણકારી મુજબ નવીન બનેલા સિગવડ તાલુકો બન્યા પછી ચાલુ વર્ષે ડિજિટલ ગુજરાત વેબસાઈટના શાળા શિષ્યવૃતિ પોર્ટલમાં દરેક શિષ્યવૃતિના ફોર્મ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દરેકના ફોર્મ અપલોડ કરવામાં આવતા હોય છે. તેનાથી જ દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાના પોર્ટલ ઉપર લોગીન કરવા ના હોય છે.

તાલુકાના ડાયઝ કોડ પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. જેમાં સિંગવડનો જુનો ડાયસ કોડ 2418030 હતો જ્યારે સીગવડને તાલુકો બનાવતા નવો ડાયસ કોડ તાલુકો અસ્તિત્વમાં આવતા 2418090 થયો છે. જેમાં શાળાઓને ઓનલાઈન કરવાની કામરીરી સાથે શાળાના શિક્ષકો- વિદ્યાર્થીઓની હાજરી સહિત મધ્યાન ભોજન સહિત વિશેષ કામગીરીઓ ઓનલાઈન અપલોડ કરવા માટે કોડ આપવામાં આવ્યા છે. ડિજિટલ ગુજરાત વેબસાઈટ એક મહિનાથી બંધ હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...