ઓડિયો વાયરલ:લીમખેડાના પૂર્વ ધારાસભ્યની હત્યાના કારસાનો ઓડિયો વાયરલ થતાં ફરિયાદ

સીંગવડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્યના પૌત્રે રણધીકપુર પોલીસમાં 2 સામે ગુનો નોંધાવ્યો

લીમખેડાના ભાજપના પૂર્વ ધારાસભ્યની હત્યાની યોજના માટે મોબાઈલ ફોન ઉપર થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતાં વાતચીત કરનાર બે શખ્સો વિરુદ્ધ રણધીકપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આ‌વ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સીંગવડ તાલુકામાં આવેલા હાંડી ગામે રહેતા તાજસિંગ દલાભાઈ બારિયા તથા અગારા(રં) ગામના કિરણ રમેશ વગેલા વચ્ચે આજથી પાંચેક દિવસ પહેલા મોબાઈલ ફોન ઉપર સિંગવડ તાલુકાના હાંડી ગામના વતની અને લીમખેડા 131 મતવિસ્તારનાના ભાજપના પૂર્વ ધારાસભ્ય વિછીયાભાઈ જોખનાભાઈ ભુરીયાને જાનથી મારી નાખવા માટે મોબાઈલ ઉપર ઓડિયોમાં ચર્ચા થઈ હતી અને થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.

આ બાબતની જાણ ભાજપના કાર્યકર્તા અને લીમખેડાના પૂર્વ ધારાસભ્ય વિછીયાભાઈ જોખનાભાઈ ભુરીયાને થતા ઓડિયો ક્લિપ મંગાવી પોતાની હત્યા માટે થયેલી વાતચીત સાંભળી વિછીયાભાઈ તથા તેનો પરિવાર ચોંકી ઉઠયો હતો. ઓડિયોમાં પૂર્વ ધારાસભ્ય વિછીયાભાઈ ભુરીયાને મારી નાખવા માટે એકબીજાને જરૂર પડે તો મદદ કરવા માટેની વાતચીત થઈ હતી.

આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય વિછીયાભાઈ ભુરીયાના પૌત્ર યુવરાજસિંહ રણછોડભાઈ ભુરીયાની ફરિયાદના આધારે રણધિકપુર પોલીસે હાંડી ગામના તાજસિંગ દલા બારિયા અને અગારા ગામના કિરણ રમેશ વગેલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...