મારી નાખવાની ધમકી:કટારાના પાલ્લી ગામે મનરેગાના કામોની ચકાસણી માટે ગયેલી ટીમ ઉપર હુમલો

સીંગવડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી સરપંચના પતિ, પુત્ર સહિત ચાર લોકોએ હુમલો કરી મારી નાખવાની ધમકી

સીંગવડ તાલુકાના મનરેગા વિભાગના કર્મચારીઓને કટારાની પાલ્લી ગામે મનરેગા વિભાગના વર્ષ 2021- 22 ના વિકાસના 21 જેટલાં કામોની ચકાસણી કરવા માટે ગયેલ ટીમ ઉપર માજી સરપંચના પતિ અને પુત્ર સહિત અન્ય બે વ્યક્તિ મળી કુલ ચાર વ્યક્તિઓએ લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રંધીકપુર પોલીસ મથકે મનરેગા વિભાગના કર્મચારીઓએ અરજી આપતા રણધીકપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં તાજેતરના વર્ષ 2021 -22ના વર્ષ દરમિયાન મનરેગા યોજનામાં 21 જેટલા કામોનું બિલ તાલુકા પંચાયત કચેરી મનરેગા વિભાગ શાખામાં રજુ કરવા આવ્યું હતું. જે વિકાસલક્ષી યોજનાના કામોની ચકાસણી કરવા માટે તાલુકા પંચાયત મનરેગા વિભાગ સિંગવડના ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રેમનાથ પ્રજાપતિ અને ગ્રામ રોજગાર સેવક અક્ષય ત્રિપાઠી કટારાની પાल्लीલ્લી ગામે વિકાસલક્ષી કામગીરી ચકાસણી માટે ગયા હતા.

તે દરમિયાન પાલ્લી ગામના માજી સરપંચના પતિ અને તેમના પુત્ર સહિત અન્ય બે ઈસમો ભેગા મળી લાકડી અને તીક્ષ્ણ હથિયાર દ્વારા હૂમલો કર્યો અને બન્ને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જેથી બંને કર્મચારીઓ પોતાનો જીવ બચાવી કટારા પાલ્લી ગામેથી ભાગવાની કોશિશ કરતા બંનેને બળજબરીપુરક હાથ પકડી કેટલાક સરકારી દસ્તાવેજો ઉપર સહી પણ કરાવી લીધી હોવાનું અરજીમાં જણાવાયુ છે.

જ્યારે ગ્રામ પંચાયતની પાલ્લી ગામે મનરેગા યોજના દરમિયાન 21 કામોમાંથી માત્ર એક જ કામ સ્થળ પર પૂર્ણ થયેલ હતું .ત્યારે ગત 11-7-2022 ના રોજ પણ તાલુકા પંચાયતની કચેરીમાં તમામ સ્ટાફની વચ્ચે પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનુ જેનું રેકોર્ડિંગ કર્મચારીઓ સાથે હોય રંધીકપુર પોલીસ મથકે ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રેમનાથ પ્રજાપતિ તેમજ ગ્રામ રોજગાર સેવક અક્ષય ત્રિપાઠીએ અરજી આપતા રણધીકપુર પોસઈ ડી.જી. વહોનીયાએ તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...