ક્રાઈમ:ક્રુઝરમાં લવાતા 5.45 લાખના દારૂ સાથે ચાલકની ધરપકડ

સીંગવડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 11.55 લાખનો મુદ્દામાલ જપ્ત, 8 સામે ફરિયાદ

દાહોદ એલસીબીને થાળા સિંચાઈ તરફથી ક્રુઝરમાં દારૂનો જથ્થો ભરી મુનાવાણી રોડ ઉપર થઈને સરજુમી ગામ તરફ જનાર હોવાની બાતમી મળી હતી. પોલીસે મુનાવાણી ગામ પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન થાળા સિંચાઈ ગામ તરફથી પાયલોટિંગ વાળી વરના આવી અને પાછળ ક્રુઝર આવતાં પોલીસે ગાડી ઉભી રાખવા માટેનો ઇશારો કર્યો હતો પરંતુ પોલીસની નાકાબંધી જોઈને તેઓએ ગાડી પૂર ઝડપે સરજુમી ગામ તરફ વાળી દેતા પોલીસે પીછો કરી વરના કાર સાથે રણીયારના બુટલેગર રૂપેશ કોળીને ઝડપી લીધો હતો.

જ્યારે સાથેનો મનોજ ભાભોર ભાગી છૂટ્યો હતો. જ્યારે હીરાપુર પાસે પહોંચતા ક્રુઝરનો ચાલક અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો. પોલીસે ગાડીમાં 5124 નંગ દારૂની બોટલો કબજે લીધી હતી. આ દારૂ બાસવાડાના છોટાડુંગરા ગામે રહેતા બાબુ લબાના તથા રવિ નામના શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...