પરેશાની:સંજેલી બસ સ્ટેશન ના મુખ્ય રોડ પર ગટરના વહેતા પાણીથી પરેશાની

સંજેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર રસ્તા પર જ કાદવ કીચડનું સામ્રાજય સર્જાવા પામ્યું

સંજેલીના નવા બસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ એટલે કે મિલવાળી ચાલી રોડ પર યોગ્ય સાફ સફાઈ અને પાકી ગટરની સગવડ ન હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર જ ગટરના ગંદા પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજય ફેલાયું છે. એક તરફ આ રસ્તા પરથી બસ સ્ટેશન જતા આવતા લોકો અને રોજિંદા પસાર થતા નાના મોટા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઇ રહ્યા છે.

જયારે સંજેલીના આવા રહેણાંક વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે પાકા આર.સી.સી રોડ તેમજ ઘર વપરાશના પાણી નો યોગ્ય નિકાલ કરવા માટે પંચાયત તરફથી પાકી ગટરો બનાવા માટે કોઈ પ્રકારનું ધ્યાન ન આપતું હોવાથી આસપાસના રહીશો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી

અન્ય સમાચારો પણ છે...