રોષની લાગણી:સંજેલી ડિસલેરી ટાવર ફળિયામાં પાણી ન અપાતાં રહીશોને હાલાકી

સંજેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી કંટાળેલા સ્થાનિક લોકોએ TDOને લેખિત રજૂઆત કરી
  • રોજ 50થી 100 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોઇ ગ્રામજનોમાં રોષની લાગણી

સંજેલી ખાતે આવેલા ડિસલેરી ટાવર ફળિયાના સ્થાનિકોને છેલ્લા 15 દિવસથી નળ કનેક્શન દ્વારા પાણી આપવામાં આવતું નથી. જેથી પાણી માટે દરરોજ 50થી 100 રૂપિયાનો ખર્ચ કરતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ મામલે પાણી વેચાતું મેળવનાર સ્થાનિક લોકો દ્વારા નળ કનેક્શન દ્વારા પાણી માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

સંજેલી ડિસલેરી ટાવર ફળિયાના સ્થાનિકોને છેલ્લા15 દિવસ નળ કનેક્શન દ્વારા પાણી મેળવવા માટે ફાફા પડી રહ્યા છે. તેઓને દરરોજ 50 થી 100 રૂપિયાનું વેચાતું પાણી લેવું પડે છે. જેનાથી કંટાળી ગયેલા અને પાણી ની રાહ જોઈ બેઠેલા સ્થાનિક લોકોએ 15 દિવસ સુધી પાણી ન આવતા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી.

અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ અને શિયાળો હોવા છતાં પણ પાણી આપવામાં આવતું નથી. આવા કપરા સમયમાં લોકોના બજેટ ખોરવાઇ રહ્યા હતા. વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ અંતે પાણી ના મળતાં વિસ્તારના અનેક નારાજ લોકો દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...