ભાસ્કર વિશેષ:ગરાડીયાથી સંતરામપુર સુધીનો માર્ગ બિસમાર

સંજેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માટી મેટલ બાદ 6 માસથી કામગીરી ન કરાતાં સ્થાનિકોને હાલાકી

સંજેલી તાલુકાના ગરાડીયાથી ભામણ ધોડાવડલી થઈ સંતરામપુર તાલુકાના સુધીનો 9 કિમીનો મુખ્ય માર્ગ છેલ્લા 6 માસથી માટી મેટાલિક કામગીરી બાદ કામગીરી ન થતા હાલ ધૂળની ડામરી તેમજ અવરજવર માટે વાહનચાલકોને અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંજેલી તાલુકાના ભામણથી ઘોડાવડલી થઇ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. જે વાત આ 9 કિલોમીટરનો માર્ગ એટલે કે ઘોડાવડલીથી ભામણ અને ગરાડીયા સુધીનો ડામર રસ્તો તોડી અને કોન્ટ્રાક્ટર દ્વારા માટી મેટલની કામગીરી હાથ ધરવામાં આવી માટી મેટલની કામગીરી પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 6 માસથી કોઈપણ જાતની કામગીરી ન કરતા હાલ આ રસ્તા પર પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોડ પર માટી મેટલના પથર અને ધૂળની ડમરીથી વાહન ચાલકોના વાહનોના ટાયરોને નુકસાન તેમજ આસપાસના લોકોને હરતા ફરતા લોકોને આંખોમાં ધૂળની ડમરીયો સહિતના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...