કાર્યક્રમ:સાત ગામના સેવાસેતુમાં ખુરશીઓ ખાલી, માત્ર 511એ લાભ લીધો

સંજેલીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીસાના મુવાડા ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
  • તલાટીઓની હડતાળની અસર સેવાસેતુમાં જોવા મળી

સંજેલી તાલુકાના ટીસાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે સંજેલીના ગોવિંદાતળાઇ, ટીસાના મુવાડા, પ્રતાપપુરા, થાળા સંજેલી, કોટા, ઈટાડી સહિતના સાત ગામોની 6 ગ્રામપંચાયતોની આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર પી આઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની 56 જેટલી સેવામાંથી આધાર કાર્ડ MGVCL પશુ ચિકિત્સક અને રેશન કાર્ડ માં સુધારા વધારા સહિતના માત્ર 511 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો હતો.

હાલ સંજેલી તાલુકાની ગ્રામ પંચાયતોના તલાટીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે ત્યારે આ યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં તેની અસર જોવા મળી હતી. સેવાસેતુ શરૂઆતથી જ મોટાભાગની ખુરશીઓ ખાલી હતી અને બપોર બાદ તો કર્મચારી સિવાયની ખુરશીઓ ખાલી અને ચકલા ઊડવા લાગ્યા હતાં. અધિકારી અને કર્મચારીઓએ લાભાર્થીની રાહ જોઈ અને મોડે સુધી ખાલી ખુરશી પર બેસી રહેવું પડ્યું હતું. ગ્રામ પંચાયત માથી મળતા આવક જાતિના દાખલા, આકારણી, ઘરવેરા સહિતની કામગીરીના સ્ટોલ ઉભા ન કરાતા કેટલાંક લાભાર્થીઓને વિલા મોંઢે પરત ફરવુ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...