ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રસ્તા અને શાળાની સુવિધાથી સંતોષ રોજગારીની સમસ્યા

સંજેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી તાલુકામાં ચોરેને ચૌટે ચૂંટણીની ચર્ચા

સંજેલી તાલુકામાં 129 વિધાનસભાની ચૂંટણી ઉમેદવારી ચકાસણી પૂર્ણ થતાં પ્રચારની સાથે તાલુકા જિલ્લા સીટ બેઠકો નું ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવાયો છે. ઠંડીની મોસમની સાથે સાથે સંજેલી તાલુકાનો ગ્રામીણ માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારીની માંગને લઈ ક્યાંક નારાજગી હતો ક્યાંક રાહતની પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. હાલ ચોરે અને ચોટે સંજેલી તાલુકામાં ચુંટણીની જ ચર્ચાઓ ચાલી રહી છે.

સંજેલી ગામ
સંજેલી નગરમાં ચુંટણીનો માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ નલ સે જલ સહિત પાયાની સુવિધાનો અભાવની ચર્ચા ગૃહિણીમાં ચર્ચા જોવા મળી રહી છે. નલ સે જલ યોજનામા ઘરો સુધી પાઇપ લાઇન નથી પહોંચ્યાનો લોકોમાં બળાપો છે. ત્રણ કરોડના ખર્ચે મંજૂર થયેલ ગટર રસ્તાની કામગીરી બે વર્ષ થી તંત્રની નિષ્કાળજીથી અધૂરી હોવાનો લોકોમાં રોષ છે. ડોર ટુ ડોર કચરાના નિકાલનો અભાવ પણ અહીં લોકોને ડખી રહ્યો છે. કચરા કલેક્શન વાહનની સુવિધાનો અભાવ અને સીસીટીવી સહિત સોલર લાઈટ જેવી સુવિધાનો ઝંખી રહ્યા છે.

કોટા ગામ
ખેતી માટે પાણી પ્રાથમિક શાળા માટે રસ્તાઓનો અભાવ હોવાનો લોકોએ બળાપો કાઢ્યો હતો. આવાસ યોજનાના લાભો હજી લાભાર્થીઓ સુધી પહોંચ્યા નથી. ઝુપડપટ્ટી યથાવત જોવા મળી હતી. સમુદ્ર સાગર તળાવમાંથી ખેડૂતોને સિંચાઈ માટે લિફ્ટ ઇરીગેશનની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જે છેલ્લા પાંચ વર્ષથી મૃત અવસ્થામાં જોવાઇ રહી છે. રોજીરોટી માટે હિજરતનો વિકલ્પ માટે રોજગારીની વ્યવસ્થા પણ લોકો ઝંખી રહ્યા છે. શાળા ઓરડા અને સ્મશાનઘર નવીન બનાવ્યાનો લોકોને સંતોષ છે. તળાવ સાફ સફાઈ કરી પિકનિક પોઇન્ટ બનાવવા સ્થાનિક લોકોની માગ છે.

નેનકી ગામ
અહીં કાગળ પર વિકાસ થયો હોવાનો બળાપો લોકોએ કાઢ્યો હતો. સાત ગામોની આ ગ્રામપંચાયત મોટી હોવાથી તેમાં વિકાસ જોઇએ તેવો નહીં થતો હોવાનો લોકોએ મત પ્રગટ કર્યો હતો. પંચાયતનું વિભાજન કરી દેવાય તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી. નલ સે જલ યોજનાના કૂવાના સ્થાને માલિકીના કૂવામાં અપાયેલું કનેક્શન પણ લોકોને ડખી રહ્યું છે. ખેતીવાડી વિજ પુરવઠો રાત્રી બે જ કલાક જેટલો આપે છે. ધંધો રોજગારની વ્યવસ્થા ન હોવાથી બેરોજગાર ખેડૂતોને પરિવારનું ગુજરાત ચલાવવા 500 કિમી મજૂરી માટે કાલાવાડ, ભુજ જવા મજબૂર બન્યા છે.

ઢેઢિયા ગામ
બે વર્ષ અગાઉ નાળ ફળિયામાંથી ઢેડીયા સુધી ખાતમૂહૂર્ત કરેલા રસ્તા નું કામગીરી શરૂ નથી કરાઇ. આરોગ્ય સેન્ટરનો અભાવ પ્રજાને સરોરી લાંબા થવું પડે છે. પાઠ ફળિયામાં સ્મશાન સુધી જવાનો માર્ગ જ નથી. ચીબોઠા નદી ઉપર કપડાં ધોવા ધોબીઘાટ ન હોવાથી મહિલાઓ નારાજ છે. ઢેઢીયાથી ગોધરા મુખ્ય માર્ગને જોડતો બ્રિજ બનાવી સમસ્યા હલ થઇ જતાં રાહત છે. સિંચાઈની સુવિધા ન મળતા લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે.

ડુંગરા ગામ
બેરોજગારી અને ભૌતિક સુવિધાના અભાવની નવ યુવાનોમાં ચર્ચાઓ છે. વર્ષોથી ચાલતી ગ્રામ્ય વિસ્તારની એસટી બસોની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. શાળા તેમજ કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં લટકી છાપરે બેસે અભ્યાસ કરવા મજબૂર બન્યાનો લોકોનો બળાપો છે. ધોરણ 12 પછી અભ્યાસ અને કોર્સ માટે તાલુકા મથકે પાયાની સુવિધા હોવી જોઇયે તેવી પણ લોકોએ લાગણી વ્યક્ત કરી હતી. 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ ધારાસભ્યના દર્શન પણ કર્યા ન હોવાનું લોકોએ જણાવ્યુ હતું. પ્રજાની સમસ્યાના નિકાલ માટે તાલુકા મથકે કાર્યાલય હોવું જોઇયે તેવી પણ ચર્ચા લોકોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...