માગણી:સંજેલીની સિટી સર્વે કચેરીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવાની માગણી કરાઇ

સંજેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચઢ્યા બાદ ઓફિસ બંધ કે અધિકારી ન મળતાં સિનિયર સિટિઝનોને આપદા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની સીટી સર્વે કચેરી હાલમાં સંજેલી તાલુકા મામલતદાર કચેરીના બીજા માળે કાર્યરત છે.

દાહોદ જિલ્લામાં પણ મેન્ટેનેન્સ સર્વેયર સ્ટાફની સરકાર તરફથી કોઈ ભરતી કરવામાં ન આવતાં હાલમાં આવા કર્મચારીઓની ઘટના કારણે ફરજ બજાવતા અધિકારીઓને એક કરતાં વધુ સીટી સર્વે કચેરીનો ચાર્જ સંભાળતા હોય છે. અમુક દિવસોની ફાળવણી કરીને સંજેલી, ઝાલોદ, લીમડી, ફતેપુરા જેવી સીટી સર્વે કચેરીની ઓફિસમાં માત્ર એકજ અધિકારી પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ સંજેલી ખાતે આવેલ સીટી સર્વે કચેરીની ઓફિસ ઉપરના માળે હોવાથી પોતાની જરૂરિયાતના કામ કાજ માટે આવતા જતા અનેક અરજદારોને બીજા, ત્રીજા માળ સુધી પગથિયા ચડવા ઉતરવાનો વારો આવે છે. તેમાં ખાસ કરીને ઉંમર લાયક વડીલોને પણ સંજેલીની સીટી સર્વે કચેરી બીજા માળે આવેલી હોવાથી અનેક મુશ્કેલી પડતી હોય છે. અને જો અધિકારી સીટી સર્વે કચેરીમાં આવ્યા ન હોય ઓફિસ બંધ હોય તો ખાલી ધકો પડતો હોય છે.

કેટલીક વારતો અરજદારોને પોતાના કામકાજ માટે જરૂરી નકલોની ઝેરોક્ષ કોપી માટે બે-ચાર ધક્કા ખાવા પડે છે. ત્યારે સંજેલીની મામલતદાર કચેરીમા ગ્રાઉન્ડ ફ્લોરમાં કેટલાક રૂમો ખાલી પડેલા છે તેમાં સંજેલીની સીટી સર્વે કચેરીની જગ્યા ફાળવીને તેમજ ઇન્ટરનેટ કનેક્શનનો લાભ આપીને વહેલી તકે આ ઓફિસ બદલવામાં આવેતો સંજેલીના લોકોને આવતા જતા પડતી મુશ્કેલી દૂર થાય તેમ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ લોકોને પડતી અગવડને લઈને વહેલી તકે ઓફિસની જગ્યા બદલવા ધ્યાન આપે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...