લમ્પીના કેસો વધતાં ફફડાટ:સંજેલીમાં લમ્પી વાઇરસનો પગપેસારો પશુપાલકોમાં ચિંતા

સંજેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લમ્પી વાઇરસના દરરોજના 30થી વધુ કેસો આવતાં ફફડાટ

સંજેલી તાલુકા વિસ્તારમાં ગાય, બળદ, ભેસ, પાડામાં લમ્પી વાઇરસનો પગપેસારો જોવા મ‌ળ્યો છે. દરરોજના 30થી વધુ કેસો આવી રહ્યા હોવાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. દરરોજના કેસોમાં વધારો થતાં પશુ ચિકિત્સકે ચાર ફીલ્ડ ટીમો બનાવી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીછોડા ખાતે ફાળવેલી 1962 ફરતું દવાખાનું ગીર સોમનાથ ખાતે રવાના કરાતાં વિસ્તારના પશુપાલકોને હાલાકી પડી રહી છે.સંજેલી તાલુકાના 56 ગામો આવેલા છે. દસ ગામ દીઠ યોજના હેઠળ પીછોડા અનેક કરંબા ખાતે બે 1962 વાહનો ફાળવવામાં આવ્યાં છે.

હાલ વાઇરસને લઇને ધીમે ધીમે સંજેલી તાલુકામાં પગ પેસારો થતા જ દરરોજના લમ્પી વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે પશુ પાલકોના ગાય, બળદ બાદ ભેંસ, પાડામાં પણ લમ્પી વાઇરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે.

160 ડોઝ મુકી દેવાયા છે
સંજેલી તાલુકા માં લમ્પી વાઇરસ નો પગ પેસારો થતા ફિલ્ડ વર્ક માટે ચાર ટીમો બનાવી દેવામાં આવી છે અને 2000 ડોઝ માંથી 1600 જેટલા ડોઝ મૂકી દેવામાં આવ્યા છે. 400 જેટલા ડોઝની કામગીરીની સાથે દવાની પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે.પીછોડા ખાતે ફાળવેલ ફરતું દવાખાનું ઉપર થી ઓર્ડર થતાં સંજેલી સહિત જિલ્લાની ત્રણ 1962 ગીર સોમનાથ ખાતે મોકલી દેવાઇ છે.>ડો. એન.જી.શેખ, પશુ ચિકિત્સક સંજેલી

અન્ય સમાચારો પણ છે...