ખેડૂતોને હાલાકી:સંજેલીની મંડળી પર ખેડૂતોની ખાતર મેળવવા લાંબી કતાર

સંજેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજેલી મંડળી પર ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો જણાઇ હતી. - Divya Bhaskar
સંજેલી મંડળી પર ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો જણાઇ હતી.
  • એગ્રો સંચાલકો પાસે10 દિવસથી ખાતર ન હોવાથી ખેડૂતોને હાલાકી

સંજેલી તાલુકાના સરદાર એગ્રો સેન્ટર સહિત એગ્રો સંચાલક પાસે ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને મંડળી માંથી ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તેના કારણે મંડળ ઉપર ખેડૂતોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી રહી છે. સંજેલી તાલુકામાં આવેલા સરદાર એગ્રો સહિત પ્રાઇવેટ એગ્રો સેન્ટર પર ખાતર ન મળતા ખેડૂતોને હાલ શિયાળાની ખેતીમાં ખાતરની અછત ઊભી થતા મંડળીમાં ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો ને લાઈનમાં ઊભા રહેવું પડે છે.

સંજેલી ખાતે આવેલા સરદાર એગ્રો સેન્ટર પર સરકારની વિવિધ ખાતર તેમજ બિયારણની યોજનાઓના સરકારી કીટ સહાયમાં તેમજ મફતમાં અહીંયા વિતરણ કરવામાં આવે છે અને તાલુકાનું આ સરદાર એગ્રો સેન્ટર પર આવી ભરસીઝનમાં પણ ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. છેલ્લા દસ દિવસથી સંજેલી તાલુકામાં લગભગ સાત જેટલા પ્રાઇવેટ એગ્રો સેન્ટર પાસે ખાતરનુ લાયસન્સ હોવા છતાં પણ આ એગ્રો સેન્ટર પર ખાતર મળતું બંધ થઈ ગયું છે.

જેના કારણે સંજેલી તાલુકાના ખેડૂતોને સંજેલી ખાતે આવેલા મંડળી સેન્ટર પર જ લાઇનમાં ઊભું રહેવું પડે છે. તો શુક્રવારે વહેલી સવારે એક તરફ ગાડી માંથી ખાતર ઉતરતું ગયું અને બીજી તરફ ખેડૂતોને ખાતરનું વિતરણ થતું ગયું હતું. જો ખેડૂતોને સમયસર ખાતર ન મળે તો શિયાળા પાકથી પુરતો ઉતારો મેળવવામાં પણ નિષ્ફળ થઈ શકે તેમ છે. સંજેલી ખાતે માત્ર લાઇસન્સ ધરાવનાર એગ્રો સેન્ટર સમયસર ખાતર કેમ મેળવી શકતા નથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

ખાતર મેળવવા પડાપડી જોવા મળી
સંજેલી તાલુકામાં સમયસર ખાતર મળતું નથી. તો કેટલાક બે નંબરીયા વેપારીઓ ખાતરની અછત ઊભી કરી અને ખેડૂતો પાસેથી મોં માંગી કિંમત મેળવી રહ્યા છે. સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં પાક મેળવવામાં મુશ્કેલી પડે તેમ છે. સંજેલી ખાતે આજે માત્ર મંડળી પર તેમજ માર્કેટ યાર્ડમાં એક એગ્રો સેન્ટર દ્વારા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાતર મેળવવા ખેડૂતોની પડા પડી જોવા મળી હતી. - રેવાભાઇ તાવીયાડ,થાળા

સરદાર એગ્રો સેન્ટર પર પણ ખાતરની અછત છે
સંજેલી ખાતે લગભગ છ થી સાત એગ્રો સેન્ટર પાસે ખાતર ના લાયસન્સ આપવામાં આવ્યા છે અને તેઓ ખાતર કેમ મંગાવતા નથી તેની જાણ થતી નથી. તેમની જોડે ખાતર મંગાવા માટે રકમ નહિ હોય અથવા તો ડેપો કક્ષાએ કોઈ પ્રોબ્લેમ હશે તે માટે ખાતર મંગાવવામાં આવતું નથી. સરકાર દ્વારા વિવિધ સહાય માટે આપવામાં આવતા સરદાર એગ્રો સેન્ટર પર પણ ખાતરની અછત છે.સંજેલીમાં બે જગ્યાએ ખાતરનું વિતરણ શરૂ છે. - અર્પિત ભુરીયા,ક્વોલિટી ઇન્સ્પેક્ટર

અન્ય સમાચારો પણ છે...