સંજેલી તાલુકાના ડુંગરા અને ઘોડાવટલી ફળિયામાં દિપડો રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં ઘર નજીક રાખેલા બકરા પર ત્રાટકી અને એક જ રાતમાં 6 બકરાઓનું મારણ કરી અને બે બકરાને ઘાયલ કરતા સ્થાનિક લોકોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.
સંજેલી તાલુકાની વાસિયા બોર્ડર પર આવેલ મહીસાગર જિલ્લાના લીલવાસર ખાતે પાંડોર પ્રકાશભાઈના 5 બકરા, સુરેશ માલીવાડ 1, સંગાડા મુકેશ 1 મળી સાત બકરાઓનું બે દિવસ અગાઉ દીપડાએ મારણ કરી ફરાર થઈ ગયો હતો. જે વાત ફરી રવિવારના રોજ રાત્રિના સમયે વાંસીયા ઘોડાવડલી ખાતે ચંપકલાલ ગણાસ્વા ઘર નજીક ઢાળિયામાં બાંધેલા 5 અને ડુંગરા ગામે 1 બકરાઓને દીપડાએ મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
છેલ્લા બે દિવસમાં દીપડો બે બચ્ચાઓ સાથે રહેણાંક વિસ્તારમાં આંતક મચાવી અને રાત્રિના સમયે 13 બકરાઓનો શિકાર કરતા ખેતરોમાં કામ કરતા ખેડૂત સહિત રાત્રિના સમયે લગ્નસરાની સિઝનમાં બાઈક લઈ અને પગપાળા પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
દીપડો રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં બે બચ્ચાઓ સાથે આટા ફેરા મારતો હોય અને મકાનની બાજુમાં બાંધી રાખેલ બકરા ઉપર ત્રાટકી અને બકરાઓનો શિકાર કરતા હોવાની વાયુવેગે વાત પસરતા તાલુકામાં ચારેકોર ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ કરતાં સંજેલી વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પાંજરુ મગાવી આગળની કાર્યવાહી કરવાનું એસ.એસ. માલવાડી, આરએફઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.