ઉજવણી:આદિવાસી સમાજમાં પૂર્વજોના પાળિયા પાસે ખત્રી ચઢાવાયા

સંજેલી‎25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી તાલુકામાં ચૌદશ-દેવદિવાળીનીની ધામધૂમથી ઉજવણી

સંજેલી તાલુકામાં આદિવાસી સમાજમાં ચૌદશ અને દેવ દિવાળની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી તાલુકાના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખા ગામના વડીલો ભાઈ બહેનો સગા સંબંધી દેવ દિવાળીના દિવસે એકઠા થાય છે. આદિવાસી પરંપરા મુજબ વર્ષોથી ચાલતી રીત રિવાજો પ્રમાણે ખેતરને પાદરે શિરા પાળીયાની પ્રતિષ્ઠા કરવામાં આવે અને સમાજના રીતે રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે.

સમાજના આગેવાનો દ્વારા પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, આદિવાસી સમાજમાં ચૌદશ- દેવ દિવાળીનું મહત્વ વધુ હોય છે. વર્ષ દરમિયાન પરિવારજનોમાં કોઈનું મરણ થાય તો તેમની યાદમાં શીરા પાળીયાની પ્રતિષ્ઠા કરાય છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા પરંપરાગત રીતરિવાજો આજે પણ કરવામાં આવી રહ્યા છે પૂર્વજોની યાદમાં ગામના ખેતરે શિરા રોપી આખું ગામ ભેગું થઈ પૂજા વિધિ તથા નાચ ગાન કરવામાં આવે છે.

આ દરમિયાન એક વ્યક્તિને પૂર્વજોની આત્મા પ્રવેશે અને તેને ખત્રી આવ્યા તેવું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન પરિવારજનોમાં મરણ થયેલું હોય તેમના પરિવારો ગળે મળે છે. ખત્રી દ્વારા નામ આપી હું આવ્યો છું પોતાનું નામ બોલી પરિવારને મળવા બોલાવતા હોય છે. સંજેલી તાલુકામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ચોદશ અને દેવદિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

જાંબુડીમાં કુકડાની બલીના સ્થાને શ્રીફળ વધેરી વિધિ કરવામાં આવી
જાંબુડી ગામે દેવદિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જાંબુડી ગામે યુવાનો દ્વારા આ રિવાજમાં થોડો સુધારો કરીને બકરા કુકડાની બલીના બદલે શ્રીફળનું હોમ હવન કરીને ખત્રીઓની પૂજા કરી હતી. જેના ભાગરૂપે આ વર્ષે પણ આ રીતે શ્રીફળનો હવન કરી દેવ દિવાળી તહેવારને ઉજવણી કરવામાં આવી જે આદિવાસી સમાજ માટે ઉદાહરણરૂપ કાર્યની પહેલ કરી છે. પિતૃદેવોની પૂજા આરતી બાદ સ્નેહ મિલન કાર્યક્રમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...