તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Sanjeli
  • In Sanjeli Taluka, The Condition Of Farmers Has Deteriorated Due To Caterpillars Falling On Maize Crop, Insufficient Amount Of Water In Wells And Lakes

ભાસ્કર વિશેષ:સંજેલી તાલુકામાં મકાઈના પાકમાં ઈયળ પડી જતાં ખેડૂતોની હાલત કફોડી બની, કૂવા અને તળાવોમાં પાણીનો અપૂરતો જથ્થો

સંજેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડુતો ચિંતામાં છે. ખેડુતો દ્વારા મોંઘા ભાવનું બિયારણ, ખાતર લાવીને ખેતી કરવામાં આવી હતી. વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે મોટાભાગના કુવાઓ, તળાવ ખાલી હાલતમાં જોવાઈ રહ્યા છે. બીજી બાજુ ભારે ગરમી અને ઉકળાટના કારણે ખેતરોમાં મકાઈના તેમજ ડાંગરના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. મકાઇના પાકમાં પડેલી ઇયળો તેને કોરી ખાઇ રહી છે. તેના બચાવવાના ઉપાયો ખેડુતોને ભારે મોંઘા પડી રહ્યા છે. કેટલાક ખેડૂતોને જંગલી ભૂંડોનો ત્રાસ રાત દિવસ સતાવી રહ્યો છે.

રાત્રીના સમયે મકાઈના ઉભા પાકને એક સાથે ભેલાણ કરતા ખેડુતોને નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. કેટલાક ગામડાઓમાં નીલ ગાય પણ ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે. વર્તમાન સમયે નદી, તળાવ, કોતરોમાં પણ પાણી ન હોવાના કારણે હેન્ડપંપ અને ખેતી માટે બનાવેલા બોરના પણ તળ ઉંડા જતા રહેતાં ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે.

તાલુકામાં વરસાદ ઓછો પડતાં હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે
સંજેલી તાલુકામાં વરસાદ ઓછો પડતા હાલમાં અમારા જેવા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ ભૂંડનો ત્રાસ અને બીજી તરફ કુદરતી રીતે મકાઈના પાકમાં જુદી જુદી જાતની ઈયળો પડતા તાલુકામા મકાઈનો તેમજ ઓછા વરસાદના કારણે ડાંગર જેવા પાક નિષ્ફળ થવા તરફ જઈ રહ્યો છે. સરકાર તરફથી યોગ્ય સહાય મળે તે જરૂરી છે. - ભરતભાઈ ભેદી, વાંસીયા ગાના ખેડૂત

અન્ય સમાચારો પણ છે...