સમસ્યા:સંજેલીના હરિજન વાસમાં ત્રણ માસથી નળ કનેકશન દ્વારા પાણી મેળવવા ફાંફાં

સંજેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજેલીના માંડલી રોડ હરિજનવાસમાં ટેન્કર દ્વારા પાણી મેળવતી પ્રજા. - Divya Bhaskar
સંજેલીના માંડલી રોડ હરિજનવાસમાં ટેન્કર દ્વારા પાણી મેળવતી પ્રજા.
  • લોકો પાણી માટે રૂપિયા ખર્ચવા મજબૂર બન્યા

સંજેલી માંડલી રોડ પર આવેલ મામલતદાર ક્વાટર્સની પાસે આવેલ હરિજન વાસમાં છેલ્લા ત્રણ માસથી નળ કનેકશન શોભાના ગાંઠિયા સમાન છે. રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ પ્રજાને વેચાતુ પાણી લઇ પરિવારને પાળવા મજબુર બન્યા છે. આમાં મોટાભાગના પંચાયતના સફાઇ કામદારોના રહેણાક મકાન આવેલા છે. તેમજ રોજ કમાઈને રોજ ખાનારા 20 જેટલા પરિવારને છેલ્લા 3 માસથી નળ કનેકશનમાં ટીપુંએ પાણી ન આવતા નળ કનેકશનો શોભાના ગાંઠિયા સમાન છે. જેથી સ્થાનિક લોકો વેચાતુ પાણી લેવા મજબુર બન્યા છે સ્થાનિક લોકોની વારંવાર મૌખિક રજુઆત છતા પણ તંત્ર દ્વારા પાણી આપતું નથી.

અમારી વાતને કોઇ ધ્યાને લેતંુ નથી
છેલ્લા ત્રણ માસથી અમારા ફળિયામાં પાણી આવતું નથી. આજે ગુરૂવારે પણ ફળિયામાં પાણી આવ્યુ નથી. અમારી વાતને કોઇ ધ્યાને લેતા નથી. - મહેશ પીઠાયા, સ્થાનિક આગેવાન

વેચાતું પાણી લાવવું પડે છે
3-4 દિવસ પહેલાં નળ કનેક્શન નળ સે જલ યોજનાની કામગીરીમાં તોડી પડાઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ માસથી પાણી આપવામાં આવતું નથી .રોજ વેચાતું પાણી લેવું પડે છે. - ભુરાભાઈ સરદાર, સફાઈ કામદાર

અન્ય સમાચારો પણ છે...