સમસ્યા:પીછોડા ગામમાં 7 દિવસથી અંધારા ઉલેચતા 20 પરિવારની હાલત કફોડી

સંજેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામમાં ડીપી બળી જતાં બદલવાની તસ્દી ન લેવામાં આવતાં રોષ

પીછોડા મુખ્ય ફળિયામાં રહેણાંક મકાનોમાં સાત દિવસથી વીજ પુરવઠો ખોરવાતા મકાન માલિકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. ગાજવીજ વરસાદ અને અંધારાના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ગસલી ગામે 1 વર્ષ ઉપરાંતથી 66kv સબ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છતાં પણ શરૃ ન કરાતા હાલ સંજેલી તાલુકા વિસ્તારમાં લો વોલ્ટેજથી લોકો પરેશાન થયા છે. DP પણ શોર્ટ થતી હોય છે અને વીજ ઉપકરણો ઉડી જતા હોય છે. તાલુકા બન્યાને 9 વર્ષ સમય થયો છતાં તાલુકા મથકે વીજ કચેરી ન હોવાથી હાલ પણ તાલુકાની પ્રજાને 40થી 50 કિમીના ઝાલોદ સુધીના લાઇટબિલ તેમજ કનેક્શન સહિતની કામગીરી માટે ધક્કા ખાવા પડે છે.

વીજ કર્મીઓને રાત્રિ રોકાણ માટે પણ તકલીફ પડી રહી છે નાના મોટા ફોલ્ટ માટે પણ ઝાલોદથી વીજ કનેકશનનું વાહન આવે સુધી તકલીફ વેઠવી પડે છે. પીછોડા મુખ્ય નિશાળ ફળિયામાં છેલ્લા 7 દિવસથી 20 ઘરોમાં ડીપી બળવાને કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોને નજીકનો જંગલ અને ડુંગર વિસ્તાર હોવાથી પ્રાણીઓનો ડર સતાવી રહ્યો છે ચોમાસાનો વરસાદ તેમજ ગરમીથી લોકો પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. રજૂઆત છતાં કામગીરી નહીં કરાતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

દાહોદથી ડીપી લાવવાની કાર્યવાહી કરાઇ
સંજેલી તાલુકાના પીછોડા ગામે વીજ પુરવઠો ખોરવાયો છે અને વીજ ડીપી ઉડી જવાથી નવી DP નાખવા માટેની દાહોદ ખાતેથી ડીપી લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવતીકાલ સુધીમાં ડીપી નાખી અને વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવશે. - કે વી સોની, ના.ઇજનેર

અન્ય સમાચારો પણ છે...