સંજેલીની પંચાયત છેલ્લાં કેટલાય સમયથી આર્થિક કટોકટીનો ભોગ બનીરહી છે. કેટલાય કામો પંચાયતે પોતાના સ્વ ભંડોળમાંથી કરવાના હોય છે ત્યારે વહીવટ કોઈપણ કરતો હોય પણ તેનીપાસે જરુરી બેન્ક બેલેન્સ એક મહત્વનું પાસું ગણાય છે.
સંજેલીના સરપંચ મનાભાઇ ચારેલે જણાવ્યુ હતું કે, હાલમાં સંજેલીમાં સફાઈ કામ ફળિયે- ફળિયે કેટલીક જગ્યા પર સ્ટ્રીટ લાઈટો નવી નાખવાનું કામ તેમજ જે બંધ પડેલી છે. તેને બદલીને નવી એલઇડી લાઈટો નાખવાનું કામ રસ્તાનું કામ જેવી બાબતોની અમને વારંવાર ગામ લોકોની રજૂઆતો આવે છે. પંચાયતની નળ યોજના ચાલે છે. કેટલાક રહીશોને અત્યારે પાણી પણ મળતું નથી.
પંચાયતના 34 સફાઈ કર્મચારી છે. 10 જેટલા ઓફિસ સ્ટાફ જેમાં પાણી -લાઈટ જેવી કામગીરી પણ કરતા કર્મચારીઓ છે. દર માસે અંદાજિત 3 લાખ જેવી રકમ પગાર માટે જરૂર પડે છે. તેની સામે હાલમાં કેટલાય સમયથી ગ્રામજનોના બાકી રહેતા નળ વેરો, વિજળીવેરો, વ્યવસાય વેરો, ઘર વેરો જેવા અંદાજિત 25થી 30 લાખના બાકી વેરા છે. તેમાં નાના ગરીબ પરિવારો સમયસર વેરો ભરે છે પરંતુ મોટા વેરા જેના બાકી છે તે ભરતા જ નથી. ઉઘરાણી જતા સ્ટાફને વારંવાર વાયદાઓ બતાવે છે. તેની સામે હવે ટૂંક સમયમાં જ વિવિધ પ્રકારની કાર્યવાહીનું આયોજન કરાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.