આવેદન:અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર લેનારા વિરુદ્ધ કાર્યવાહીની માંગ

સંજેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી આદિવાસી પરિવાર દ્વારા આવેદન

સંજેલી આદિવાસી પરિવાર દ્વારા અનુસુચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર લેનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ 64 MBBSના વિદ્યાર્થીઓ નો પ્રવેશ રદ કરવા સહિતની માંગણીઓને લઇને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું.સંજેલી આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદાર કચેરી ખાતે અનુસૂચિત જનજાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર લેનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગને લઇને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપ્યું હતું.

19 ફેબ્રુઆરી 2020ના રોજ રાજ્ય સરકાર અને સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ વચ્ચે થયેલું લેખિત સમાધાન, જાતિ પ્રમાણપત્ર કાઢી આપનારનું અને તેની ખરાઈ કરવાનું નિયમન બાબત અધિનિયમ 2018 અને તેના સંદર્ભે બનાવેલ 19 સપ્ટેમ્બર 2020 સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગાંધીનગર સાથે સરકારે તારીખ 19 ફેબ્રુઆરી 2020ના રોજ રોજ સમાધાન કર્યું હતું.

એ અનુસંધાને સરકાર દ્વારા 4 ઓગસ્ટ 2020ના રોજ ગીર બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં નેશમાં રહેતા રબારી ભરવાડ અને ચારણ જાતિના લોકોને તારીખ 26 ઓક્ટોબર 1956ની સ્થિતિએ વસવાટ કરતા અને તેમના વારસદારો નક્કી કરવા બાબત કારીયા સમિતિની રચના કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે વિજિલન્સ સેલ દ્વારા ચકાસણી કરી ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની યાદી વિશ્લેષણ સમિતિને આપી હતી એ યાદી સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તે યાદી પૈકીના આ 64 જેટલા વિદ્યાર્થીઓની ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે તારીખ 2 ઓગસ્ટ 2019ના રોજ ઓરલ ઓર્ડર કર્યો હતો.મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...