તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સંજેલીના જૂના બસ સ્ટેશને બસો નહીં આવતાં આંદોલનની ચીમકી

સંજેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલીના માંડલી રોડ પર નવું બસ સ્ટેશન બનતા જ એસ.ટી બસોને જુના બસ સ્ટેશને લવાતી નથી. તેનો ભોગ નિર્દોષ મુસાફરો બની રહ્યાં છે. નવું સ્ટેશન બનતા જ મુસાફરોને એક સગવડની સાથે સાથે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ રૂટની કે ઝાલોદ તરફથી આવતી જતી બસોને બજારમાંથી જ પસાર કરવામાં નહીં આવેતો ધીમે ધીમે એસટી બસની આવક ઉપર પણ મોટો ફટકો પડશે તેમ જોવાઇ રહ્યું છે.

કારણકે આ રૂટ પર જ સંજેલી અનાજ માર્કેટ, તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીઓ આવેલી છે અને હિરોલા-કુંડા -ઢાલસીમલ, વાંસીયા, કરંબા, તારમી, ગરાડીયા, ભાનપુર તરફથી આવતા ગામડાના આદિવાસી લોકોને અનાજ વેચવા આવતા સંજેલીના અનાજ માર્કેર્ટમાં જવાની ખુબજ મુશ્કેલી પડતી હોય છે. બે કે ચાર મણ અનાજના પોટલા માટે હવે વધારાના સો કે દોઢસો રૂપિયાના ભાડે રેંકડો કરવાની ફરજ પડે છે. તે ગરીબ ખેડૂતોને પોસાય તેમ નથી અને સંજેલી બજારમાં કરિયાણું લેવા આવેલા ગામડાના લોકોને પણ આ નવા બસ સ્ટેશને જવાનું મોંઘું પડતું હોવાથી હવે બસમાં બેસવાનું બંધ કરીને ખાનગી વાહનોમાં બેસવાનું શરૂ કર્યુ છે.

તેના કારણે સંજેલીથી ઝાલોદ-દાહોદ રૂટની એસટી બસોની આવક પર મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે. સંજેલીના જુના બસ સ્ટેશન સુધી દરેક બસોને શરૂ કરવા માટે સંજેલીના વેપારી મંડળના પ્રમુખ ડિમ્પલભાઈ દેસાઈ અને ગામના આગેવાનોએ ગોધરા ના એસ.ટી ડિવિઝન મેનેજરને પણ લેખિતમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...