લવારાનું તળાવ સુકુભઠ્ઠ:કાળઝાળ ગરમીમાં પાણીના તળ ઊંડા જતાં બોરના પાણી પણ ઊંડા ઉતર્યા પાતાળ કૂવાઓ ખાલીખમ, કડાણા યોજનાથી તળાવ ભરવા લોકોની માગ

સંજેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંજેલી તાલુકાના લવારા ગામનું તળાવ કાળઝાળ ગરમીમાં સુકુભઠ્ઠ બની ગયુ છે. આ તળાવનેે કડાણાના પાણીથી ભરવાની ગ્રામજનો માગ કરી રહ્યા છે. - Divya Bhaskar
સંજેલી તાલુકાના લવારા ગામનું તળાવ કાળઝાળ ગરમીમાં સુકુભઠ્ઠ બની ગયુ છે. આ તળાવનેે કડાણાના પાણીથી ભરવાની ગ્રામજનો માગ કરી રહ્યા છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા લવારા ગામનું તળાવ ખાલીખમ જોવા મળી રહ્યું છે. બે વર્ષથી કડાણા ડેમનું પાણી આપવા માટે પાઈપલાઈન પણ નાખવામાં આવેલી હોવા છતાં પણ તળાવ ભરવામાં નહીં આવતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. આજે ઉનાળાના આવા કપરા સમયે અણીકા, ડુંગરા,સરોરી તેમજ આજુબાજુના ગામડાના કૂવાઓ તેમજ ખેતરોમાં કરેલા સિંચાઈ માટેના બોરિંગમાં પણ પાણીના સ્તર એકદમ ઊંડાણમાં જઈ રહ્યા હોઈ આજે ખેતરોમાં પાતાળ કૂવાઓ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

કેટલાય લોકો આવા ભર ઉનાળામાં ખાનગી ટેન્કરો દ્વારા દરોજ મોં માંગ્યા પૈસા ખર્ચીને પાણી પણ વેચાતું લઇ રહ્યા છે. સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આવા તળાવોને સમયસર ભરવામાં આવે તો આસપાસ ના બોર તેમજ કૂવાઓમાં પાણીની સપાટી વધે તો અનેક ખેડૂતોને લાભ થાય તેમ છે. આ વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈની સુવિધા ન હોવાના કારણે ઉનાળાના કપરા સમયે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ બાબતે ગ્રામજનો દ્વારા સરકારી તંત્ર ને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તળાવમાં પાણી ભરવામાં આવતું નથી તે બાબતે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે પાણીની સમસ્યા સર્જાતા ગ્રામિણ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...