સંજેલી ગ્રામ પંચાયતના 28 જેટલા સફાઈ કામદારોના 3-4 મહિનાના પગાર ન થતા તારીખ 10 ઓગસ્ટ મંગળવારના રોજ સંજેલી મામલતદાર કચેરીના પુરવઠા મામલતદાર સુજલકુમાર ચૌધરીને આવેદન પત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. મોંઘવારીના સમયમાં ગરીબ પરિવારોનું પુરુ ન થતાં પગાર વધારી આપવા બદલે સંજેલી પંચાયતમાં પણ લેખિત રજૂઆત કરી છે અને બાકી રહેલો પગાર વહેલી તકે મળે તે માટે રજૂઆત કરી હતી.
જો સફાઈ કર્મચારીઓની માગ પંચાયત ધ્યાન પર નહિ લેતો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરીશું. હડતાલના પગલે વર્તમાન સમયે સંજેલીમાં ચારે બાજુ કચરાના ઢગ વળી ગયા છે. તેમજ કચરો લેવા માટે આવતું ટ્રેક્ટર પણ હાલમા બંધ છે અને એક તરફ ચોમાસાને કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.