ભમેલામાં આપના કાર્યકર્તાઓની યોજાયેલી મિટિંગ બાદ બીજેપી કાર્યકર્તાની ફોન પર મારવાની ધમકી બાદ APP કાર્યકર્તાએ મહુડા પાસે રોડ પર રોકી ભાજપના લુખ્ખા કહી જાનથી મારવાની ધમકી આપી હતી.
ભમેલા ગામે આપની યોજાયેલી ખાટલાં બેઠક બાદ ગામના વિપુલના મોબાઈલથી ભાજપના મુકેશભાઈ કાળુભાઈ બારીયાએ કલ્પેશ ફુલસીંગ અમલીયારને ફોન કરી કહ્યું કે મને પૂછ્યા વગર આમ આદમી પાર્ટીની બેઠક કેમ રાખી તેમ કહી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આપના જિલ્લા તેમજ તાલુકાના કાર્યકર્તા કલ્પેશ અમલીયાર સાથે સંજેલી પોલીસ મથકે દોડી આવ્યા હતા.
ધાક ધમકી આપનાર મુકેશ કાળુ બારીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બીજા દિવસે મુકેશ બારીયા અને સુરેશ તાવીયાડ બાઈક લઇ અને સંજેલીથી ભમેલા ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન મહુડા પાસે ઉભેલા જશવંત તાવિયાડ અને કલ્પેશ અમલીયારે મુકેશને ઉભો રાખી ભાજપના લુખ્ખાઓ તેમ કહી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યારે બારીયાએ સંજેલી પોલીસ મથકે કલ્પેશ ફુલસીંગ અમલીયાર, જશવંત મુકેશ તાવીયાડ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.