લોકોમાં ભય:ડુંગરા જંગલમાં દીપડાને પુરવા પાંજરું મુકાયું; ત્રણ દિવસમાં 13 બકરાનું મારણ કર્યું

સંજેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંજેલી તાલુકામાં આવેલા જંગલ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાએ વાસિયા ઘોડાવડલી ફળિયા ડુંગરા અને તાલુકાના બોર્ડર પર આવેલ લીલવાસર જેવા ગામોમાં રાત્રિના સમયે ઢાળિયામાં ઘુસી અને બકરાઓને મારણ કરતા સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્રણ દિવસમાં 13 જેટલા બકરાઓનું મારણ કરી અને બે બકરાઓને ઘાયલ કરી દીપડો જંગલ તરફ ફરાર થઈ ગયો હતો. જે બાદ સોમવારના રોજ સાંજ પડતા જ દીપડો વાસિયા તરફ ફરી રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડ્યો હતો.

સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી અને તેને ભગાવ્યો હતો. હાલ આ દીપડાના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવા માટે ડુંગરા ખાતે આવેલા જંગલમાં પાંજરામાં બકરું મૂકી અને અને દીપડાને પાંજરે પુરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...