ભયની લાગણી:સંજેલી તાલુકાના 3 ગામોમાં દીપડા દ્વારા બે દિવસમાં 4 બકરાનું મારણ

સંજેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેનકી, કકરેલી, મોલી જંગલ નજીક દીપડાએ બકરાંનું મારણ કરતાં ભય ફેલાયો
  • થોડા દિવસ પહેલાં 3 બકરા મારી નાંખ્યા બાદ ફરી હુમલા શરૂ થતાં ભય ફેલાયો

સંજેલી તાલુકાના નેનકી, કકરેલી અને મોલી ગામમાં દીપડાએ બે દિવસમાં ચાર બકરાનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. થોડા દિવસ પહેલાં ત્રણ બકરા મારી નાખ્યા બાદ ફરી હુમલા શરૂ થતાં ડુંગર વિસ્તારના ગામોમાં રહેતાં લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઇ ગઇ છે. સંજેલી તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતો તાલુકો મોટાભાગના લોકો ડુંગરાળ અને જંગલ વિસ્તારની નજીક વસવાટ કરે છે. છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. જંગલ નજીક આવેલા ઘરોમાં ઢાળિયામાં બાંધેલા બકરાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

થોડા દિવસ અગાઉ ઇટાડીમાં ત્રણ બકરાંનું મારણ કર્યુ હતુ.ત્યાર બાદ છેલ્લા બે દિવસમાં નેનકીમાં એક, કકરેલીમાં બે તેમજ મોલી ગામમાં ડુંગર નજીક રહેતા રમેશભાઈ ચુનીયાભાઇના ઘર નજીક ફળિયામાં બાંધેલા બકરાઓ ઉપર રાત્રે ત્રાટકી દીપડાએ દોરડું તોડી અને બકરાને જંગલ તરફ લઈ ગયો હતો જ્યાં તેનું મારણ કરી અને હાડપિંજર મુકી રવાના થયો હતો. દીપડાના આતંકના કારણે લોકોમાં ભારે ભયની લાગણી જોવા મળી રહી છે.

પંચક્યાસ કર્યું છે
વન વિભાગની ટીમને જાણ કરતા સ્થળ પર જઇ અને બકરાનું મારણ કર્યું હોવાની પંચક્યાસ કરી અને બકરા માલિકને સહાય માટેની તજવીજ હાથ ધરી હતી. - એસ.એસ. માલીવાડ , RFO

અન્ય સમાચારો પણ છે...