નિમણૂક:દાહોદની 19 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતાં હવે વહીવટદારના હવાલે

સંજેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા 3, દેવગઢ બારિયા 4, સંજેલી 4, ગરબાડાની 8 ગ્રામ પંચાયતનો સમાવેશ

દાહોદ માં વધુ 19 પંચાયતના સરપંચની મુદ્દત પૂર્ણ થતાં તેમાં વહિવટદારની નિમણુક કરી છે. તેમાં લીમખેડાની ત્રણ,દેવગઢ બારિયાની ચાર, સંજેલીની ચાર, ગરબાડાની 8 પંચાયતનો સમાવેશ થાય છે. દાહોદ ની 19 પંચાયતના સરપંચની 4-3-2023 ના રોજ મુદત પૂર્ણ થતા નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી ને વહીવટદાર તરીકે નિમણૂક કરવા ડીડીઓ નેહાકુમારી દ્વારા હુકમ કરતા વહીવટદાર તરીકે નિમણૂક કરી છે.

જેમાં સંજેલીના ડુંગરામાં એસ.એફ. મહિડા, મોલીમાં યુ. જે. બારીયા, કરંબામાં એલ.કે. ચૌધરી, ભાણપુરમાં એમ.જી. બીલવાલને વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. આ સાથે લીમખેડાની નીનામાના ખાખરિયા, ખીરખાઇ, પરમારના ખાખરિયા, દે. બારિયાની ટીડકી, જુના બારિયા, વિરોલ, કાકલપુર અને ગરબાડાની ભુતરડી, પાટિયાઝોળ, વડવા, ઝરીબુઝર્ગ, વજેલાવ, નેલસુર, પાંદડી અને ચંદલા પંચાયતમાં વહિવટદારની નિમણુંક કરી છે. સંજેલી ના 56 ગામોમાં 22 પંચાયતો છે 2021માં વાંસીયાથી નવીન 5 વિભાજન કરી હતી. જે બાદ ડુંગરા મોલી કરંબા ભાણપુરનો સમાવેશ થાય છે.

સંજેલી તાલુકામાં સમસ્યા 14 સામે 8 જ તલાટી
પંચાયતોની 14 તલાટી ના મેહકમની સામે 8 તલાટીઓ છે. એક તલાટી ના શીરે 3 પંચાયતમા તલાટી ની જવાબદારી છે. ફરી આ પંચાયતોમાં ચૂંટણી ન યોજતા તલાટી ના માથે વહીવટદાર ની જવાબદારી સોંપી છે. સંજેલી તાલુકાની નવ ગ્રામ પંચાયતોમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તેવી પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...