દાહોદ જિલ્લા પંચાયત ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થઈને ઘરે તિરંગો લહેરાવાના શપથ અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને પણ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી.
વહીવટી તંત્રએ અભિયાન શરુ કર્યુ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના તમામ નાગરિકોને તિરંગા પ્રત્યે પ્રેમ સ્નેહ આદર અને રાષ્ટ્રભાવના જાગે તેવા અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિગમને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સઘન અભિયાન થકી આગળ ધપાવી રહ્યું છે.
જિલ્લામાં 1 લાખ તિરંગા વિતરીત કરાશે
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી 1 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યા છે. તમામ તાલુકાની ગ્રામ પંચાયત ખાતે હર ઘર તિરંગા હર ઘર જલ કાર્યક્રમ સાર્થક કરવા ગ્રામ સભાઓનું આયોજન કરી ગ્રામ જનો ને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા લહેરાશે
હર ઘર તીરંગા કાર્યક્રમમાં તા.13 થી 15 ઓગષ્ટ દરમિયાન દાહોદ જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લેહરાવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે દેશની આંન બાન અને શાન સાથે જિલ્લાના દરેક નાગરિકોને હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય. દેશ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે તેવી દરેક નાગરિકોને અપીલ કરી હતી.આમ કરીને નાગરિકો સ્વતંત્ર્યતા સંગ્રામમાં બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલી આપી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી આજે જિલ્લા પંચાયત પટાંગણમાં જિલ્લા પંચાયતના તમામ અધિકારીશઓ કર્મચારીઓને 13 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ દરમિયાન પોતાના ઘર પર તિરંગા લેહરાવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.