શ્રાવણીયો જુગાર:ઝાલોદના ગામડીમાં અને લીમખેડાના મોટાહાથીધરા ગામે પોલીસે દરોડો પાડી 17 જુગારીઓને ઝડપી લીધા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને દરોડામાંથી રૂ. 83 હજારથી વધુમો મુદ્દામાલ કબ્જે કર્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે એક મકાનમાં ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રેડ દરમ્યાન બે જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે બાકીના 5 જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ બે જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રૂ.56 હજાર 260ની રોકડ રકમ તેમજ પત્તા પાના કબ્જે કર્યા હતા. જ્યારે લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે રોડ ઉપર લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા 11 જુગારીઓને પોલીસે દબોચી લઈ જેલ ભેગા કર્યાં હતાં. પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂ.27 હજાર 716ની રોકડ રકમ કબ્જે કરી છે.

ઝાલોદ તાલુકાના ગામડી રોડ પર ડુંગરી ફળિયામાં (નવાઘરા)માં દલુ નાથાભાઈ વસૈયાના રહેણાંક મકાનમાં દલુભાઈ નાથાભાઈ વસૈયા, રજાક ઈસ્માઈલભાઈ ગાંડા (રહે. લુહારવાડા, મસ્જીદ પાછળ, ઝાલોદ), સાજીદ મુસ્તાકભાઈ જર્મન (રહે. સંજેલી, મસ્જીદ ફળિયા), અબ્દુલભાઈ ગનીભાઈ શેખ (રહે. સંજેલી, ઝાલોદ રોડ), કમલેશ મોહનભાઈ ભુનાતર (રહે. ઝાલોદ, ડુંગરી ફળિયા), મુકેશ મનાભાઈ ડુમી (રહે. ગામડી રોડ, ઝાલોદ) અને ચંદુ નટવરભાઈ ભુનાતર (ડુંગરી ફળિયા, ઝાલોદ) આ તમામ જુગારીઓ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં.

આ અંગેની બાતમી ઝાલોદ પોલીસને મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી .જેમાંથી પોલીસે મુકેશભાઈ મનાભાઈ ડુમી અને ચંદુભાઈ નટવરભાઈ ભુનાતરને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે બીજા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બે જુગારીઓની અંગ ઝડતી કરતાં અને દાવ પરથી કુલ મળી રોકડા રૂપીયા 56 હજાર 260ની રોકડ કબજે કરી હતી. આ સંબંધે ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...