દાહોદ શહેરમાં દાઉદી વ્હોરા સમાજના યુવકને ચપ્પુના ઘા વડે શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ આરોપી હજી પોલીસની પકડથી દુર છેય ત્યારે પાંચ વર્ષથી એક લેબોરેટરીમાં સામાન્ય નોકરી કરતો યુવક લોહીનો તરસયો કેમ બની ગયો તે સઘન સંશોધનનો વિષય છે. બીજી તરફ જાણવા મળ્યા મુજબ મૃતકે ઘટનાના ચારેક દિવસ પહેલા જ મિત્ર વર્તુળમા કોઈને કહ્યુ હતુ કે, મારુ એક મોટુ કામ થઈ ગયુ છે. જેમાં મને લાખો રૂપિયા મળવાના છે. કદાચ આ મોટું કામ તેના મોતનુ કારણ બની ગયુ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.
દાહોદ શહેરમાં આવેલ દેસાઈવાડા કુકડા ચોક અને પોલીસ ચોકી નંબર 1થી થોડે દુર ગત શનિવારે સમી સાંજના 5:30 વાગ્યાના આસપાસ વ્હોરા સમાજના યુનુસભાઈ કતવારાવાલા નામના યુવકની ચપ્પુના ઉપરા છાપરી ઘાટ મારી હત્યા કરી દેવામા આવી હતી. મુસ્તફા શેખ નામના યુવકે આ હત્યા કરી હોવાનુ પોલીસ જણાવી રહી છે, આ આરોપી અને તેનો પિતા બંન્ને હાલ ફરાર છે. ઘટનાને બે દિવસ થવા આવ્યા છતાં પોલીસ કોઈ પગેરું મેળવી શકી નથી. મુસ્તુફા શેખ છેલ્લા પાંચ વર્ષથી દાઉદી વ્હોરા સમાજના સંચાલકની પેથોલોજી લેબોરેટરીમાં નોકરી કરતો હતો. આ લેબના માલિકના જણાવ્યા અનુસાર મુસ્તુફા કામમાં નિયમિત હતો તેમજ હિસાબમા પણ ચોખ્ખો હતો. આમ પાંચ વર્ષથી એક જ જગ્યાએ ઈમાનદારીથી નોકરી કરનાર યુવક કોઈની હત્યા કરવા પર કેમ ઉતરી આવ્યો તે વિચાર માંગી લે તેવી બાબત છે. મુસ્તુફાનો પિતા દાહોદમા બાદશાહના નામથી જાણીતો છે, તે વ્યવસાયે ડ્રાઈવર છે અને કુશળ ડ્રાઈવર માનવામા આવે છે.
બીજી તરફ જમીનની દલાલીને ધંધો કરનાર યુનુસભાઈ કતવારાવાલા વર્ષો પહેલાં રોજગાર અર્થે કુવૈત ગયા હતા અને ત્યાંથી કોઈ કારણોસર પરત આવી ગયા હતા. તેમનુ ઘર દાહોદમા જ હોવા છતાં તેઓ કોઈક કારણોસર દાહોદમાં તેમની સાસરીમા તેમની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. અંગત માહિતી પ્રમાણે તેમની હત્યા થઈ તેના ત્રણ ચાર દિવસ પહેલાં તેમણે મિત્ર વર્તુળમા જણાવ્યુ હતુ કે, તેમનુ એક મોટુ કામ થઈ ગયુ છે. જેમા લાખો રુપિયાનો ફાયદો થવાનો છે. તેના ચારેક દિવસ પછી જ તેમની હત્યા થઈ ગઈ હતી.
યુનુસભાઈ પંદર દિવસે મહિને એક સામાન્ય દુકાને વાળ દાઢી કરાવવા આવતા હતા. અહીં વાળ દાઢી કરાવ્યા બાદ તેઓ આ દુકાનદારને કોઈ વાર 300 તો કોઈ વાર 350 રુ ખુશીથી આપતા અને આવુ વર્ષ મા એક વાર નહી જેટલી વાર આવતા એટલી વાર આવુ બનતુ હતુ. જોકે, હવે હત્યા કેમ કરવામા આવી અને હત્યારો ક્યારે ઝડપાય તેના પર જ દાહોદવાસીઓની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.