મારી નાખવાની ધમકી:જમીન સંબંધી અદાવતમાં કુહાડી મારતા યુવતી ઘાયલ, ઘુંટણમાં ઇજા થતાં ગોધરા સારવાર માટે દાખલ કરાઇ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ફળિયામાં જ રહેતા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

દાહોદ જિલ્લાના મોટીખજુરી ગામમાં જમીન સંબંધી અદાવત રાખી રાત્રે ખાટલામાં સુતેલી યુવતી પાસે જઇ તમારી જમીન મારે લઇ લેવાની છે કહી કુહાડી મારી ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ફળિયામાં જ રહેલા એક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટીખજુરી ગામના મંગળાભાઇ માધુભાઇ ધોબી તથા તેમની બે પત્નીઓ ઘરની બહાર તથા પરિવારના બીજા સભ્યો શુક્રવારની રાત્રે ઘરમાં સુતા હતા. તે દરમિયાન રાત્રીના દોઢ વાગ્યાન અરસામાં ફળિયામાં જ રહેતો ધર્મેન્દ્ર મોહન ડાયરા જમીન સંબંધી ઝઘડાની અદાવત રાખી કુહાડી સાથે આવી મંગળાભાઇની પૌત્રી અનિતાબેન સુતી હતી તેના ખાટલા પાસે આવી બિભત્સ ગાળો બોલી તમારી જમીન બધી મારે લઇ લેવાની છે કહી અનિતાબેનને જમણા પગે ઘુટણના ભાગે કુહાડી મારી ફ્રેક્ચર કરી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.

અનિતાબેને બુમાબુમ કરતાં મંગળાભાઇ સહિતના ઘરના સભ્યો જાગી જતાં ધર્મેન્દ્ર મોહન ડાયરા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો નાસી ગયો હતો. ત્યાર બાદ 108 દ્વારા ઇજાગ્રસ્ત અનિતાબેનને દેવગઢ બારિયા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા ખાનગી દવાખઆને દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભે મંગળાભાઇ માધુભાઇ ધોબીએ હુમલાખોર વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...