કાર્યવાહી:સગાઇ તોડવાની અદાવતે ઘરે હુમલો કરી યુવતીનું અપહરણ, લાકડીઓ વડે માર મારી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક તથા તેના પિતા સહિત 18 લોકો સામે ગુનો દાખલ

મહુનાળામાં યુવતીએ સગાઇ તોડી નાખતાં તેની અદાવત રાખી કણઝર ગામના યુવક તથા તેના પિતા સહિત 18 જેટલા લોકોએ મારક હથિયારો સાથે યુવતીને ઘરે આવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવકની પત્ની બનાવવા માટે અપહરણ કરી ગયા હતા. ધાનપુર પોલીસે યુવત તથા તેના પિતા સહિત 18 સામે ગુનો દાખલ કર્યો હતો.

મહુનાળાની 18 વર્ષ 11 માસની ઉમરની યુવતીની સગાઇ કણઝર ગામના પંકજ નગરા મીનામા સાથે થઇ હતી. જે સગાઇ યુવતીએ તોડી નાખતાં અદાવત રાખી તા.16 એપ્રિલે બપોરના 2.30 વાગ્યાના અરસામાં પંકજ નગરા મીનામા, નગરા દીપા મીનામા, દીપા લાલા મીનામા, જાનુ નરીયા મીનામા, રેવા નરીયા મીનામા, જેકન રેવા મીનામા, ગોપસીંગ રાધા મીનામા તથા સુરતન લાલા મીનામા તથા અન્ય 10 જેટલા લોકો એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી યુવતીને ઘરે જઇ યુવતી તેમજ તેના પરિવાર સાથે મારામારી મારી કરી તેમજ લાકડીઓ વડે મુઢ માર મારી શરીરે નાની મોટી ઇજાઓ કરી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

તેમજ યુવતીની મરજી વિરૂદ્ધ પંકજભાઇ નગરાભાઇ મીનામાની પત્ની તરીકે રાખવા માટે તેનું અપહરણ કરી લઇ ગયા હતા. આ સંદર્ભે યુવતીએ પંકજભાઇ નગરાભાઇ મીનામા તથા તેના પિતા સહિત 18 જેટલા લોકો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ધારા 366,323, 143, 147, 148, 149, 120 બી, 504, 506(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...