ચૂંટણીની અદાવતમાં હુમલો:'તું ચૂંટણીમાં ગામનો દાદા થઈ ગયો છે' તેમ કહી ચાર શખ્સોએ ચાર વ્યકિત પર હુમલો કર્યો

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરેઆમ રોડ પર ફિલ્મી સ્ટાઈલમા ત્રાટકતા ચાર ઈજાગ્રસ્ત

દાહોદ પાસે ચૂંટણીપ્રચાર બાબતે પાંચ જેટલા શસ્ત્રધારી ઈસમોએ ચાર જેટલા વ્યક્તિઓને હથિયારો વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતા ચકચાર મચી જવા પામી છે.જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ગત તારીખ 22 નવેમ્બરના રોજ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ ગરબાડા તાલુકાના વડવા ગામે અને મોટી ખરજ ગામે રહેતા અનાડી અમરસિંહ પલાસ, સની બદરિયા, રાહુલ રત્ન પલાસ, ચંદ્રેશભાઇ નાગુભાઈ પલાસ અને સરતનભાઈ પલાસ નવો પોતાની સાથે હાથમાં લાકડી ચપ્પુ ધારીયા જેવા મારક હથિયારો સાથે દાહોદ શહેર આવેલ ભગવતી હોટલ તરફ આવ્યા હતા.

તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ મોટીખરજ ગામના દિતિયા રૂપાભાઈ ભાભોર તથા તેમની સાથેના માણસોને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તું ચૂંટણીમાં ગામનો દાદા થઈ ગયો છે. તેમ કહી ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ દિતિયાભાઈ તથા તેમની સાથેના માણસો ચુનીયાભાઈ, રમશુભાઈ ને હથિયારો વડે મારમારીને હાથે-પગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતા ચકચાર મચી જવા પામી હતી.આ સંબંધે ઇજાગ્રસ્ત દિતિયા રૂપાભાઈ ભાભોર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...