તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેનત કરતી વેળાએ મોત:​​​​​​​રળિયાતીમા ધાબા પર કામ કરતો શ્રમિક ઉપરથી પસાર થતી વીજ લાઈન ને અડી ગયો, કરન્ટ લાગતા મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 22 વર્ષની ભરજુવાનીમા અકાળે મોત ભરખી ગયુ

દાહોદ તાલુકાના રળિયાતી ગામે ધાબા પર એક શ્રમિક કામ કરી રહ્યો હતો. તે સમયે ઉપરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયરને અકસ્માતે અડી જતા તેને શોટ લાગતા મોત નિપજયુ છે.

દાહોદ તાલુકાના ગામે સાંગા ફળિયામાં રહેતા 22 વર્ષીય અરવિંદભાઈ સુરપાલભાઈ બારીયા દાહોદ પાસે આવેલા રળિયાતીમા એક મકાનના ધાબા પર કામ કરી રહ્યો હતો. તે સમયે ધાબા પરથી પસાર થઇ રહેલા ચાલુ વીજવાયરને અકસ્માતે અડી જતા અરવિંદભાઈ ને સખત કરંટ લાગ્યો હતો અને તેઓને તાત્કાલિક પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અરવિંદભાઈનુ સારવાર દરમિયાન મોત નીપજતાં આ સંબંધે રળીયાતી સાંગા ફળિયામાં રહેતા મનહરભાઈ સૂરપાલભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...