ઇરફાન મલેક દાહોદ દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચુંટણી માટે 1583656 મતદારો નોંધાયેલા છે. ત્યારે આ ચુંટણીમાં પાંચ બેઠકો ઉપર મહિલા મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યો છે. ઝાલોદ સિવાયની તમામ બેઠક ઉપર પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધુ હોવાનું સામે આવ્યુ છે. દાહોદ જિલ્લામાં 5મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો જાહેર થયા બાદ હવે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યુ છે. તેની સાથે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. દાહોદ જિલ્લામાં 1583656 મતદારો નોંધાયેલા છે. તેમાં 785190 પુરૂષો અને 798441 મહિલા મતદારો છે. જિલ્લામાં પુરૂષ મતદારો કરતાં 13251 મહિલા મતદારો વધી ગઇ છે. માત્ર ઝાલોદ વિધાન સભા બેઠકને બાદ કરતાં દાહોદ,ફતેપુરા, દે. બારિયા, ગરબાડા અને લીમખેડામાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યુ છે. જિલ્લામાં સૌથી વધુ દેવગઢ બારિયા વિધાન સભા બેઠક ઉપર પુરૂષો કરતાં મહિલાઓ સૌથી વધુ હોવાનું જોવા મળી રહ્યું છે. 2017માં મતદાન કરનારા પુરૂષોની સરખાણીમાં 9938 મહિલાઓ તો ઘરેથી જ નીકળી ન હતી. માત્ર દેવગઢ બારિયા બેઠક ઉપર મહિલાઓનું મતદાન પુરૂષો કરતાં વધી ગયું હતું.
2017માં પુરુષ-મહિલાના મતદાન
બેઠક | પુરૂષ | મહિલા | વધારો/ઘટાડો |
ફતેપુરા | 66254 | 62254 | -4000 |
ઝાલોદ | 76051 | 74768 | -1283 |
લીમખેડા | 66698 | 66634 | -364 |
દાહોદ | 77741 | 74255 | -3486 |
ગરબાડા | 59966 | 59161 | -805 |
બારિયા | 87160 | 87821 | 660 |
કઇ બેઠક પર કેટલી મહિલા મતદારો
બેઠક | પુરૂષ | મહિલા | વધારો/ઘટાડો |
ફતેપુરા | 126164 | 128470 | 2306 |
ઝાલોદ | 135961 | 135405 | -556 |
લીમખેડા | 110190 | 112634 | 2444 |
દાહોદ | 138459 | 139976 | 1517 |
ગરબાડા | 143421 | 146872 | 3451 |
બારિયા | 130995 | 135084 | 4089 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.