હુમલો:​​​​​​​દાહોદના સીંગવડના પરમારના ડુંગરપુર ગામમાં મહિલાના ઘર પર પથ્થરમારો કરતા મહિલા ઈજાગ્રસ્ત

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારી જમીન માથી કેમ નીકળો છો? તેમ કહી પાંચના ટોળાએ ધિંગાણુ મચાવ્યુ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે જમીનમાંથી નીકળવા બાબતે ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ એક મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમા એક મહિલાને ઇજા પહોંચાડી ભારે ધિંગાણું મચાવતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.

સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં રહેતા મગન નારસિંહભાઈ, નવીન મનસુખભાઈ, પ્રવીણ મનસુખભાઈ અને સુરેશ દલસુખભાઈ તમામ જાતે પરમારનાઓ એકદમ થઈ પોતાની સાથે હાથમાં પથ્થર લઈ પોતાના ગામમાં રહેતા સુશીલાબેન વિજયભાઈ બામણીયાના ઘર તરફ આવ્યા આવ્યા હતા.

બેફામ ગાળો બોલી કહેવા લાગ્યા કે, અમારી જમીનમાં શેરીએ નીકળવું નહીં, તેમ કહેતા સુશીલાબેનએ કહ્યું કે, અમારી સાથે કેમ ઝઘડો કરો છો તેમ કહેતાં ઉપરોક્ત ઇસમો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને છૂટા પથ્થરો સુશીલાબેનના ઘર તરફ માર્યા હતા. જેને પગલે કિંજલબેનને મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને મારી નાખવાની ધમકી આપી નાસી જતાં આ સંબંધે સુશીલાબેન વિજયભાઈ બામણીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...