બુધવારે દિવાળીનો પર્વ છે ત્યારે સૌ કોઈમાં પ્રકાશના આ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રજાઓના દિવસોમાં ઘણા બધા લોકો હરવા ફરવા જશે પણ GVK EMRI 108 ના કર્મચારીઓ ખડે પગે લોકોની સેવામાં હાજર રહી દર્દીઓની મદદ કરી દિવાળી પર્વની ઉજવણી કરશે. સામાન્ય રીતે તહેવારના દિવસોમાં અકસ્માતના અને દાઝવાની ઇમર્જન્સીના કેસોનું પ્રમાણ ઉંચુ રહેતું છે. સામાન્ય રીતે દરરોજ દાહોદ જિલ્લામાં આશરે 160 થી 170 જેટલા ઇમરજન્સી કેસ 108 સેવાને મળતા હોય છે.
પરંતુ આગળના વર્ષોના નોંધાયેલા આંકડાઓને જોતા આ વર્ષે દિવાળીના દિવસે આશરે 240થી 260 જેટલા કેસો એટલે 36 થી 40 ટકા જેટલો વધારો જોવા મળી શકે તેમ છે. તેવી જ રીતે નવું વર્ષ અને ભાઈબીજ પર્વના દિવસે રાત્રે 260 થી 280 જેટલા કેસો એટલે કે 60 થી 65 ટકા જેટલો વધારો કેસોમાં જોવા મળી શકે તેમ છે.
હાલમાં દાહોદ જિલ્લામાં કુલ 32 જેટલી 108 એમ્બ્યુલન્સ તથા 133 લોકો ની ટીમ ખડે પગે દિવાળી દરમિયાન લોકોની સેવામાં તૈયાર રહેશે.આમ દિવાળી પર્વ દરમિયાન સલામત ભર્યું ડ્રાઇવિંગ કરવામાં આવે અને ફટાકડા ફોડે ત્યારે સાવયેતી રાખે એવી અપીલ GVK EMRI 108 સેવા દ્વારા કરવામાં આવે છે..
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.