ધરતીપુત્રોનું વર્ષ સુધર્યુ:દાહોદની અનાજ માર્કેટમાં સોયાબીનના ભાવમાં ઘટાડો છતા ટેકાના ભાવ કરતાં ઉંચી કિંમત મળતા ખેડૂતોમાં ખુશી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાઇની ખરીદીમાં પણ સમર્થન મુલ્યની નજીકના ભાવ મળતા ધરતીપુત્રોને રાહત સોયાબીનના ટેકાના ભાવ રૂપિયા 3950ની સામે ખેડૂતોને બજારમાં 5300 થી વધુ ભાવ મળી રહ્યો છે

દાહોદની APMCમાં નવા અનાજની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાાલી રહી છે. ત્યારે રોકડીયો પાક કહેવાતા સોયાબીનની કિંમતોમાં ઘટાડો થયો છે. જોકે, તેમ છંતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ કિંમતો મળી રહી છે. આ ઉપરાંત અન્ય પાકમાં પણ ખેડૂતોને ટેકાના ભાવની લગોલગ વળતર મળી રહ્યુ હોવાનો વેપારીઓનો મત છે.

દાહોદ અનાજ માર્કેટ ગુજરાતની બીજા નંબરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે. આ અનાજ માર્કેટમાં પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ ખેડૂતો પોતાનુ અનાજ વેચવા આવે છે. ત્યારે ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે સોયાબીનનો કિવન્ટલનો ભાવ રૂપિયા 3950, ડાંગર રૂપિયા 1940 અને મકાઇની કિંમત રૂપિયા 1870 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે.

ટેકાના ભાવની સામે દાહોદ અનાજ માર્કેટમાં આ વખતે સોયાબીનની કિંમતો એક સમયે 5600 થી 5700 રુ પ્રતિ ક્વિન્ટલે પહોંચી હતી. જેથી ખેડૂતોને ફાયદો થયો હતો અને સરકારના ટેકાના ભાવ કરતાં પણ ઘણો ઉંચો ભાવ મળતો હતો. જોકે, છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તે કિંમત 5300 થી 5400 રુ ક્વિ.પહોંચ્યો છે.

મકાઇનો પણ ખેડૂતોને સારો ભાવ મળ્યો છે. જોકે, ટેકાના ભાવ કરતા ઓછો ભાવ છે, કારણ કે દાહોદ માર્કેટમાં હાલ મકાઇ 1700 થી 1800 રુ કિવન્ટલે ખરીદી થઇ રહી છે અને પીળી મકાઇની કિંમત 1650 પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને મળી રહી છે અને તેનો સરેરાશ ભાવ 1500 રુ ક્વિન્ટલ ચાલી રહ્યો હોવાનુ અગ્રણી વેપારી દ્વારા જાણવા મળ્યુ છે. જ્યારે મકાઇનો ટેકાનો ભાવ 1870 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

ઘઉંની ખરીદી પણ 2050 રુપિયે થઇ રહી છે. ત્યારે ખેડૂતોને સરેરાશ ફાયદો થઇ રહ્યો હોવાનો મત પ્રવર્તિ રહ્યો છે. ઘણી વખત ખેડૂતોને સોયાબીનમાં ભારે નુકસાન વેઠવુ પડતુ હોય છે અને કેટલીક ઋતુમાં તો ઘાટ કરતા ઘડામણ વધી જતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે. પરંતુ આ વખતે સોયાબીનમાં તેજી આવતા ખેડૂતોને એકંદરે ફાયદો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...