તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:ફતેપુરાના નાના સરણૈયામાં લાકડા કાપવા બાબતે પતિએ પત્નીની હત્યા કરી, પુત્રએ ફરિયાદ નોંધાવી

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માથામાં કુહાડીની મુદર મારતા ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નિપજ્યું

ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે ચકચારી બનાવ બન્યો છે. જેમાં પતિએ લાકડા કાપવા બાબતે પત્ની સાથે બોલાચાલી કરી આવેશમાં આવી જઈ પત્નીને માથાના ભાગે કુહાડીની મુદર મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતા પુત્રએ જ પિતા સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામે રહેતા માનસિંગભાઈ માલાભાઈ ડામોરે પોતાની પત્ની કમલીબેન માનસિંગભાઈ ડામોર પાસે આવ્યો હતો. અને ખેતરના સેઢા ઉપર બાવળાના લાકડા કાપવા બાબતે કમળીબેન સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇ જઇ આવેશમાં આવી પોતાની સાથે લાવેલ કુહાડીની મુદર પત્ની કમલીબેનને માથાના પાછળના ભાગે મારી હતી. ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતા કમલીબેનના પ્રાણ પંખેરુ ઘટનાસ્થળ પર જ ઉડી ગયા હતા.

આ સંબંધે પુત્ર પ્રવેશભાઈ માનસિંગભાઈ ડામોરે પોતાના પિતા માનસિંગભાઈ વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો