• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Wife Of Devgadh Baria's Old Bed Complained That If The Police Came To Arrest Her, The Husband Who Was Going To Run Away Fell Into The Well.

ડરની આગળ મોત!:દેવગઢ બારીઆના જુની બેડીમા પત્નીએ ફરિયાદ કરી,પોલીસ પકડવા આવી તો ભાગવા જતા પતિ કૂવામા ખાબક્યો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પિતાએ પોલીસ સામે અરજી કરતા કાર્યવાહી શરુ થઇ

દેવગઢ બારીઆ તાલુકાના જુની બેડી ગામે ઝોલ ફળીયામાં રહેતા એક યુવાનને સાગટાળા પોલીસ મથકના બે પોલીસ કર્મીઓએ અરજીના કામે તેના ઘરે જઈ તેને પકડી પાડયો .આ યુવક પોલીસના હાથમાંથી છટકી ભાગવા જતા કુવામાં ખાબકતા યુવકનું મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત માહિતી મુજબ તા.14 નવેમ્બર ના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલ જુની બેડી ગામે ઝાલ ફળીયામાં રહેતા ભરતભાઈ તેરસીંગભાઈ નાયકનો પુત્ર વનરાજ ભરતભાઈ નાયક ઉ.વ.24 ના એ ગત પાંચ વર્ષ અગાઉ તેના જ સમાજની બેડા ગામની યુવતી સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે લગ્ન કરેલા હતા.તે પછી જે હાલ વડોદરા ખાતે તેના પરિવાર સાથે રહે છે જ્યારે તેનો પુત્ર વનરાજ ભરતભાઈ નાયક જે તેની બા કાળીબેન સાથે જુની બેડી ગામે રહે છે. જેના લગ્ન પાંચ વર્ષ અગાઉ તેના જ સમાજની જુના બેડી ગામની યુવતી સાથે સમાજમા રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ અને તે પછી વનરાજ સાથે રહેતી ના હતી અને વનરાજ સાથે ઘર સંસાર માંડવા માંગતી ના હોવાથી તેના પિયરમા રહી વનરાજ અને તેના પિતા વિરૂધ્ધ સાગટાળા પોલીસ મથકમા અરજી કરી હતી. બંને ગામની પંચોના અનુસંધાને પંચરાહે નિકાલ કરવા બેઠેલ જેમા યુવતીના દરદાગીના(રકમ)નો નિકાલ ના થતા પંદર દિવસનો વાયદો કરી તે દરદાગીના પરત આપવાનું જણાવેલ ત્યારે ગત તા.14 નવેમ્બરના રોજ વનરાજ તેમજ તેની બા એમ બંને જણા ઘરે હતા. સાંજના સાત વાગ્યાના સુમારે જમી બંને જણ ઘરે બેઠેલા હતા ત્યારે સાગટાળા પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસવાળા તેમની મોટર સાયકલ કોતરની ધરા ઉપર મુકી ચાલતા આવેલા અને વનરાજને કહેવા લાગેલ કે તમે લોકો તમારી અરજીનો નિકાલ કેમ કરતા નથી. તુ અત્યારે અમારી સાથે ચાલ તેમ કહી પકડીને બહાર કાઢતા હતા અને તે વખતે તેઓએ બે ત્રણ લાકડીઓ પણ મારી હોવાનુ કહેવાય છે.જેથી વનરાજ તેઓના હાથમાંથી છટકી ભાગવા લાગેલ ત્યારે ઘરની નજીકમા આવેલ કુવામાં પડવાનો અવાજ થતા વનરાજની બા તેમજ બંને પોલીસ કર્મીઓ કુવા પાસે જઈને જોતા કોઈ લાશ ઉપર જણાતી ના હતી .જેની બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને તે પછી કુવામાં જોતા કુવાના પાણીમા વનરાજનો શર્ટ દેખાતો હતો. જ્યારે આ જોઈ બંને પોલીસ કર્મીઓ ત્યાંથી નાસી ગયા હતા. બનાવ અંગે વનરાજના પિતા વડોદરા ખાતે હોઈ જેમને આ અંગે જાણ કરતા તે જુની બેડી ગામે આવી ગામના માણસો સાથે આજરોજ તા.15 નવેમ્બરના રોજ સાગટાળા પોલીસ મથકે કરતા પોલીસે વનરાજના પિતા ભરતભાઈ તેરસીંગભાઈ નાયક એ બંને પોલીસ કર્મીઓના કારણે તેનો પુત્ર વનરાજનું મોત નિપજ્યુ હોઈ જે બાબતની ફરીયાદ દાખલ કરાવતા પોલીસે હાલ જાણવા જોગ જાહેરાત લઈ લાશને કુવામાંથી બહાર કાઢી તેને દે.બારીઆ હોસ્પીટલમાં પીએમ અર્થે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...