તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ગાડી કેમ ઉભી રાખી નહી કહી મારામારી કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદના વણઝારવાડ હુસેની મહોલ્લામાં રહેતા કાઇદજોહર અબ્બાસભાઇ બારીયાવાલા તથા તેમનો પુત્ર ઇદરીશ તેમની જીજે-06-ઇક્યુ-4678 નંબરની વેગેનાર ગાડી લઇને રવિવારના રોજ સાંજે મધ્યપ્રદેશના વરઝર તેમની દુકાનેથી પરત ઘરે આવતા હતા. તે દરમિયાન સાંજના છ વાગે પડાવ ઓવરબ્રીજ ઉપર જીજે-20-એચ-4562 નંબરની મોટર સાયકલ ચાલકે પાછળથી ટક્કર મારી ચાલક પોતે નીચે પડી ગયો હતો.

આજુબાજુ લોકોનું ટોળુ ભેંગુ થતાં તેઓ મારશેની બીકના લીધે વેગેનાર ગાડી લઇ પોલીસ મથકે આવતા હતા. ત્યારે ત્રણે આવી તેમની ગાડી ઉભી રખાવી કહેવા લાગેલ કે તમે ગમે તેમ ગાડી ચલાવી અમારા માણસનું એક્સિડન્ટ કરી ભાગો છો કહી કાઇદભાઇને ગાડીમાંથી ઉતારી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર ગાડીમાંથી ઉતરી છોડાવવા પડતાં તેને પણ માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...