તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘છોકરી કેમ સોંપતા નથી કહી’ ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો : 7 ઘાયલ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાકડી, ધારીયું, પાઇપથી હુમલો કરતા બે મહિલા સહિત 7ને ઇજા
  • ઝાલોદ પોલીસે 4 મહિલા સહિત 11 સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો

મુનખોસલામાં ચાર મહિલા સહિત અગિયારના ટોળાએ અમારી છોકરી અમને કેમ સોપતા નથી કહી ઘરમાં ઘુસી લાકડી, ધારીયુ લોખંડની પાઇપથી હુમલો કરી 2 મહિલા સહિત 7ને ઘાયલ કર્યા હતા. આ સંદર્ભે ફરિયાદના આધારે ઝાલોદ પોલીસે 11 લોકો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામના કાના ગારી, ગીરીશ ગારી, જયેશ ગારી, રજી ગારી, વિપુલ ગારી, બળવંત ગારી, કાંતિ ગારી, કંચનબેન ગારી, સવિતાબેન ગારી, નાનીબેન ગારી, ચંદાબેન ગારી તમામ લોકો ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો ઇરાદો પાર પાડવા માટે મારક હથિયારો ધારણ કરી કીયીયારીઓ કરાતાં ગોવિંદભાઇના ઘરે આવી મગનભાઇ રૂપાભાઇ ગારીને અપશબ્દો બોલી અમારી છોકરી અમોને સોપતા નથી આજે તો તમને જીવતા છોડવાના નથી કહી ઘરમાં પ્રવેશ કરી ધારીયુ, લોખંડની પાઇપ લાકડી જેવા મારક હથિયારોથી હુમલો કરી ગોવિંદભાઇ, વિપુલભાઇ રણછોડભાઇ, ગાગાભાઇ તથા મગનભાઇને ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કર્યા હતા.

તેમજ લક્ષ્મીબેન તથા નાથીબેનને લાકડીઓ તથા લોખંડની પાઇપથી તેમજ ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન બુમાબુમ કરતાં આજુબાજુમાંથી લોકો આવી જતાં તમામ લોકો જાનથી મારી નાખવાની ધમકી આપતા નાસી ગયા હતા. ઇજાગ્રસ્તોને 108 દ્વારા ઝાલોદ સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. આ સંદર્ભે મગનભાઇ રૂપાભાઇ ગારીએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં ઝાલોદ પોલીસે ચાર મહિલા સહિત 11 લોકો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...