તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જાફરપુરામાં જમીનમાં ભાગ કેમ આપતાં નથી કહી સળિયાથી હુમલો

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહિલા સહિત બેને લોખંડનો સળિયો મારી ઘાયલ કર્યા

દાહોદ જિલ્લાના ઝાલોદના જાફરપુરામાં જમીનમાં ભાગ કેમ આપતાં નથી તેમ કહી એક મહિલા સહિત બે ઉપર હુમલો કરી લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના પીપળી ફળીયામાં રહેતા વિનેશ મોતી ડામોર, સંજય વિનેશ ડામોર, રમીલાબેન વિનેશ ડામોર ફળિયામાં રહેતા ચંપાબેન મહેશભાઇ ડામોરના ઘરે જઇ તમે સર્વે નંબર 60 તથા 72 (બ) વાળી જમીનમાં ભાગ કેમ આપતા નથી તેમ કહી ગાળો બોલી ચંપાબેન ડામોરને પકડી નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો.

તેમજ વિનેશ ડામોરે લોખંડનો સળીયો માથામાં મારતાં ચંપાબેન લોહીલુહાણ થયા હતા. તેમજ ભાવેશભાઇને જમણા હાથની આગળી ઉપર લોખંડનો સળીયો મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન બુમાબુમ થતાં લોકો દોડી આવતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ભાગી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ચંપાબેન ડામોરે હુમલાખોરો વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો