હુમલો:‘મારી બહેનને કેમ બીજી વખત ભગાડી ગયો’ કહી મારામારી

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક બહેનને સાસરીમાં મૂકવા જવા બાઈક ઉપર નીકળ્યો હતો

દાહોદની ઠક્કર બાપા ચોકડી ઉપર બહેનને સાસરીમાં મુકવા નિકળેયા યુવકની બાઈક રસ્તામાં રોકી મારી બહેનને કેમ બીજી વખત ભગાવેલ છે કહી તકાર કરી યુવક સાથે મારામારી કરી હતી. ગલાલીયાવાડના રાહુલભાઇ મીનામા તથા વિનોદ ગતરોજ સાંજે બહેન કાજલને બાઈક પર તેની સાસરી બોરખેડા મુકવા નિકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ઠક્કર બાપા સ્કૂલ પાસે વાંદરિયાના વિજય ભુરીયા, અજય ભુરીયા તથા વિશાલ ભુરીયા બાઈક ઉભી રખાવી વિજયે ગાળો બોલી રાહુલને કહેલ કે તુ મારી બહેનને કેમ બીજી વખત ભગાવેલ છે કહી ઝઘડો કરતાં રાહુલે ફોન કરી પિતા દિનેશભાઇને તથા રમેશભાઇ, વિનોદભાઇને બોલાવતાં આરોપી ત્રણેએ ભેગા મળી પથ્થરો મારતાં રમેશને ઇજા થઇ હતી.

વિશાલે કાજલને નાક પર મુક્કો મારી ઇજા કરી તથા પથ્થર મારી ગાળો બોલતા નાસી ગયા હતા. આ સંદર્ભે રાહુલે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે પણ વિજયની બહેનને ભગાડી ગયેલ જેની ફરિયાદની રીસ રાખી વિજય ઠક્કર બાપા સ્કૂલ પાસે ચાલતા ચાલતા જતા હતા. તે દરમિયાન રાહુલ તથા મહેશ તેને ઉભો રાખી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન રાહુલે તેના પિતા, કાકા તથા ભાઇ અજય અને માસી ને ફોન કરી બોલાવી ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...