કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈ.ડી. દ્વારા પુછપરછ ચાલી રહી છે.આ મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજરોજ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે આક્ષેપો કરી દાહોદમાં ધરણા કર્યા હતા.આ વખતે કોંગી ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે જેમના પરિવારે દેશ આઝાદ કરાવ્યો તેમના પોત્રને પરેશાન કરાય છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં માતા પુત્રની પુછપરછ ચાલી રહી છે
કોંગ્રેસ પાર્ટીના અગ્રણી એવા સોનીયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈ.ડી. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે .અને આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈ.ડી.એ પુછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે. અગાઉ આ કેસમાં રાહુલ ગાંધીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં ત્યારે કેટલાંક દિવસોથી સોનિયા ગાંધીને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે.
દાહોદમા ઈડીની કાર્યવાહીનો કોંગ્રેસ દ્વારા વિરોધ
આ મામલે દેશના કેટલાંક સ્થળોએ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રદર્શનો પણ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજરોજ દાહોદ શહેરમાં ગાંધીબાગ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં.
જે પરિવારે દેશ આઝાદ કરાવ્યો તેમના પોત્રને પરેશાન કરાય છે : વજેસિંહ પણદા
દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા દ્વારા જણાવ્યાં અનુસાર કે જે પરિવારે દેશ આઝાદ કરાવ્યો તેમના પોત્રને હેરાન કરાય છે.ત્યારે આ ધારાસભ્ય કદાચ ભૂલી ગયા હશે કે દેશને આઝાદ કરાવવા ગાંધી નહેરૂ પરિવાર સિવાય કેટલાયે સ્વાતંત્ર્ય સેનાનીઓએ જાનની આહુતિ આપી હતી. તેઓએ એમ પણ જણાવ્યુ હતૂ કે કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના અગ્રણીઓને જેલમાં નાંખી જેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ખોટી રીતે કોંગ્રેસને હેરાન કરવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.