ચોરી:લીમડી ખાતે બસમાંથી ઉતરતા યુવકની બેગમાંથી ગઠિયો મોબાઇલ સેરવી ગયો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરી રણીયાર આવવા નીકળેલો દુધીયાનો યુવક લીમડી બસ સ્ટેશને ઉતરતો હતો

દુધીયાથી હાલોલ લીમડી લોકસ બસમાં બેસી સાસરી રણીયાર આવવા નીકળેલા યુવકની લીમડી બસ મથકે બસમાંથી ઉતરતી વખતે બેગમાંથી કોઇ ગઠીયો મોબાઇલ સેરવી લઇ ચોરી કરી ગયો હતો. યુવકે ઇ એફઆઇઆર નોંધાવતાં લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામનો પાર્થવકુમાર પ્રવિણભાઇ પટેલ તા.30 ઓગસ્ટના રોજ સવારમાં તેની સાસરી રણીયાર ગામે જવા માટે દુધીયાથી બસ સ્ટેશનથી હાલોલથી લીમડી જતી લોકલ બસમાં બેસીને લીમડી જવા માટે નિકળ્યો હતો.

ત્યારે લીમડી બસ સ્ટેશન આવી જતાં પાર્થવકુમારે તેના હાથમા રહેલો મોબાઇલ તેની પાસેની બેગમાં મુકી બસમાંથી નીચે ઉતરતો હતો. તે દરમિયાન પાર્થવકુમારની નજર ચુકવી કોઇ ગઠીયો તેનો કસબ અજમાવી બેગમાં મુકેલ મોબાઇલ કાઢી ચોરી કરી લઇ ગયો હતો. બસમાંથી નીચે ઉતરી બેગમાં મોબાઇલની તપાસ કરતા જોવા મળ્યો ન હતો.

જેથી પાર્થવકુમારે ત્યાં હાજર અન્ય મુસાફરોની પુછપરછ કરી શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી પાર્થવકુમાર પ્રવિણભાઇ પટેલે તેના 29990 રૂપિયાનો મોબાઇલ ચોરીની ઇ પોર્ટલ ઉપર ઇ એફઆઇઆર નોંધાવતાં લીમડી પોલીસે ગુનો નોંધી મોબાઇલ ચોર ગઠીયાની શોધખોળના ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...