વિવાદ:જીતેલા સરપંચ ડીજે બંધ કરી ગામમાં ગયા તો હારેલાએ કહ્યું, અહીંથી નહીં જવાનું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતાપપુરાના વિજેતા મહિલા સરપંચ પોલીસ રક્ષણ સાથે પહોંચ્યા
  • પરાજિતે​​​​​​​ અમારા રોડથી નહીં નીકળવાનું કહી બોલાચાલી કરી ડી.જે લાવ્યા હોવાની ખબર ન હોવાની કેફિયત રજૂ કરાઇ

સંજેલી તાલુકામાં પ્રતાપુરાના વિજેતા મહિલા ઉમેદવાર સરપંચ ટેકેદારો સાથે ઘરે જતા હરીફ ઉમેદવારે રસ્તામાં જ રોકી લીધાં હતાં. તમારે અમારા રોડ પરથી જવાનું નથી કહીને ભારે બોલાચાલી કરી હતી. સંજેલી પી.એસ આઈ .જી .બી રાઠવાને આ બાબતની જાણ થતાં જ પોલીસ સ્ટાફ સાથે પ્રતાપુરા દોડી ગયા હતા અને વિજેતા સરપંચ પંચાબેન જસુભાઈ રાવત તેમજ તેમના ટેકેદારોને ઘર સુધી પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી.

12 વાગે સંજેલી તાલુકા સેવાસદન ખાતે જાહેર થયેલા પ્રથમ પરિણામ પહેલા જ રાઉન્ડમાં પ્રતાપુરા ગ્રામપંચાયતના મહિલા ઉમેદવાર ચંપાબેનને વીજેતા જાહેર કરાતા ડીજે સાથે વીજય સરઘસ કઢાયુ હતું. પોલીસે ડી.જે અટકાવીને શાંતિથી ઘરે જવા સમજ આપી હતી. જીતેલા ઉમેદવાર દ્વારા ડીજે બાબતની ખબર જ ન હોવાની કેફિયત રજૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રકારની ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી હતી. ઘટના તમામ લોકો માટે ચર્ચાનું સ્થાન બની હતી. એક તબક્કે ઉપસ્થિત લોકોમાં ઉગ્રતા સાથે આશ્ચર્ય પણ ફેલાયું હતું જો કે મામલો શાંતિપૂર્ણ રીતે થાડે પડતાં તંત્રને હાશ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...